હળવદ તાલુકાના ઘનશ્યામ ગઢ ગામની સીમમાં આવેલા ખેતરમાં રહી મજુરી કામ કરતા ગુજરીયાભાઈ ધાણક નામના 70 વર્ષીય વૃદ્ધ ગત 18 ના રોજ થયેલા ભારે વરસાદ બાદ અચાનક ગુમ થઈ ગયા હતા જે તે સમયે પરિવાર દ્વારા શોધખોળ કરતા તેમનો પત્તો લાગ્યો ન હતો જેથી હળવદ પોલીસ મથકમાં ગુમસુદાની ફરિયાદ નોધાવી હતી દરમ્યાન આજે આ વૃદ્ધની વહેલી સવારે ઈંગોરાળા ગામની સીમમાંથી પસાર થતા વોકળામાંથી કોહવાયેલી હાલતમાં લાશ મળી હતી જે બાદ સ્થાનિકોએ પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે બનાવ અંગે પોલીસે અક્સમાત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે. વૃદ્ધ તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે આ વીસ્તારમાં પાણીનો પ્રવાહ વધી ગયો હતો અને એ સમયે પ્રવાહમાં તણાઈ ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે

