HomeGujaratમાળિયા-હળવદમાં દિવાળી પર્વ દરમિયાન ફટાકડાના હંગામી સ્ટોર માટે અરજી મંગાવવાની કામગીરી ...

માળિયા-હળવદમાં દિવાળી પર્વ દરમિયાન ફટાકડાના હંગામી સ્ટોર માટે અરજી મંગાવવાની કામગીરી શરુ

દિવાળીનો તહેવાર નજીક આવતો હોય એવા સમયે ઘણા વેપારીઓ હંગામી ફટાકડાનો સ્ટોલ શરૂ કરવા માંગતા હોય છે. જેમાં હળવદ તથા માળીયા(મીં) તાલુકાના હંગામી ફટાકડા સ્ટોલના ઇચ્છુક વેપારીઓએ સ્ટોલ શરૂ કરવા તા. ૩૦-૧૦-૨૦૨૩ સુધીમાં અરજી કરવાની રહેશે.

હળવદ તથા માળીયા(મીં) તાલુકાના વેપારીઓએ હંગામી ફટાકડાના સ્ટોલ શરૂ કરવા તા.૩૦-૧૦-૨૦૨૩ સુધીમાં – સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, પ્રાંત કચેરીના સેવા સદન, રૂમ ૧૧, લાલબાગ, મોરબી-૨ માં અરજી રજૂ કરવાની રહેશે. ત્યાર બાદ કરવામાં આવેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી. તેમ હળવદ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ હર્ષદિપ કે. આચાર્યએ જણાવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW