મોરબી શનાળા બાયપાસ પાસે આવેલા આનંદનગર સોસાયટી મેઈન રોડ પર આવેલા દિલીપભાઈ નારણભાઈ કાનાબાર પોતાના મકાનમાં બહારથી લોકોને બોલાવી જુગાર રમાડતો હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા દિલીપભાઈ નારણભાઈ કાનાબાર, અહેમદભાઈ ઉર્ફે કાસમભાઈ ઈબ્રાહીમભાઈ જરગેલા,પરેશભાઈ મનજીભાઈ કાચરોલા,અશોકભાઈ પરસોતમભાઈ સવેરા,પ્રફુલભાઈ વિજયશંકરભાઈ પંડ્યા, હરેશભાઈ નાનાલાલ મહેતાને જુગાર રમતા ઝડપી લીધા હતા અને તેની પાસેથી રોકડા રૂ.૮૬૩૯૦ તેમજ જુગાર રમવા ગંજી પન્ના, જુદા જુદા કલરના ટોકન સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો અને આરોપીઓ વિરુદ્ધ એ ડીવીઝન પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

