HomeGujaratમોરબીના ખાખરાળા પાસે રોંગ સાઈડમાં આવેલા ટ્રકે માલવાહક ગાડીને ઠોકર મારતા એક...

મોરબીના ખાખરાળા પાસે રોંગ સાઈડમાં આવેલા ટ્રકે માલવાહક ગાડીને ઠોકર મારતા એક નું મોત

મોરબીના બરવાળા નજીક આવેલા એન.એસ.એન્જીનિયરીંગ પ્લાસ્ટીક કારખાનામાં રહેતા મૂળ ઓડીસાના ગજપતિ જિલ્લાના વતની જ્યોતિન્દ્ર વિશ્વનાથ નાયકના પિતા વિશ્વનાથ શ્યામસુંદર નાયક તથા તેનો ડ્રાઇવર સુખરાજ બન્ને અશોક લેલન્ડ કંપનીનુ બડાદોસ્ત વાહન રજી. નં.GJ-36-V-2806 વાળુ લઇને મોરબીથી બરવાળા આવતા હોય ત્યારે રસ્તામા ખાખરાળા તથા જેપુર વચ્ચે પેટ્રોલપંપ પાસે રોડ ઉપર પહોંચતા ટ્રક ટ્રેલર રજી. નં. GJ-16-AW-9859 ના ચાલકે પોતાનુ ટ્રેલર રોંગ સાઇડમા પુરઝડપે ચલાવી અશોક લેલન્ડ વાહનને ટક્કર મારી હતી ઘટનામાં જ્યોતીન્દ્ર નાથના પીતા વિશ્વનાથ શ્યામ સુંદર નાયકને શરીરે ઇજા પહોંચાડતા તેમનું કમકમાટી ભર્યું મોત થયું હતું બનાવ અંગે તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW