HomeGujaratમોરબીના જડેશ્વર નજીક વીજ થાંભલામાંથી કરંટ લાગતા વાછરડાનું મોત

મોરબીના જડેશ્વર નજીક વીજ થાંભલામાંથી કરંટ લાગતા વાછરડાનું મોત

મોરબી જીલ્લામાં રવિવારે રાતથી મેઘરાજાની નવી ઇનિંગ શરુ થઈ અને જિલ્લા સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે એક તરફ દોઢ મહિના બાદ આવેલા વરસાદથી જન જીવન ખુશ ખુશાલ દેખાઈ રહ્યું છે તો બીજી તરફ પીજીવીસીએલની ઘોર બેદરકારી પણ સામે આવી છે મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલા જડેશ્વર મહાદેવા મંદિર પાસેના એક વીજપોલમાંથી વીજ કરંટ લાગતા એક વાછરડાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું

મોરબી શહેરના અલગ અલગ વિસ્તારમાં પીજીવીસીએલની બેદરકારીના કારણે અનેક સ્થળે વીજ પોલ જોખમી રીતે ઉભા છે તો ક્યાંક ક્યાંક વીજ તાર પણ લટકી રહ્યા છે ત્યારે આવી બેદરકારીથી કોઈનો જીવ ન જાય તે માટે ખુદ લોકો જ સાવધાન રહે ખાસ કરીને નાના બાળકો વીજ પોલ કે વીજ ઉપકરણ પાસે ન જાય તેની તકેદારી રાખે તે જરૂરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW