મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજા જાણે રીસાયા હોય ત્તેમ છેલ્લા દોઢ મહિનાથી એક પણ સ્થળે વરસાદ થયો ન હતો જેના કારણે ચોમાસું પાકને અસર પહોચી છે કેટલાય વિસ્તારમાં મગફળી અને કપાસનો પાક સૂકવવા લાગ્યો છે.ત્યારે હવે હવામાન વિભાગ રાહતના સમચાર લઈને આવ્યું છે. મોરબી જિલ્લામાં હવામાન વિભાગે આગામી 18 થી 20 સુધીમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે તેમાં પણ 19 સપ્ટેબર ના રોજ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 19 સપ્ટેમ્બરે 5 ઇંચ જેટલો વરસાદ થાય તેવી આગાહી કરી છે તો 20 ના રોજ દોઢથી બે ઇચ વરસાદની વ્યક્ત કરી છે
લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે હવામાન વિભાગની આગાહી એક રાહતના સમાચાર લઈને આવ્યું છે

