Tuesday, October 28, 2025
HomeGujaratમોરબી જિલ્લા પંચાયત બાદ આવતીકાલે થશે તાલુકા પંચાયતના સુકાનીઓની વરણી,પક્ષે કરી નામની...

મોરબી જિલ્લા પંચાયત બાદ આવતીકાલે થશે તાલુકા પંચાયતના સુકાનીઓની વરણી,પક્ષે કરી નામની જાહેરાત

મોરબી જીલ્લાની તમામ પંચાયતો પર ભાજપનું શાસન છે જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી થયા બાદ હવે તાલુકા પંચાયતોમાં હોદેદારોની નિમણુક માટે પ્રદેશ કક્ષાએથી જાહેરાત થઇ ચુકી છે. પ્રદેશ કક્ષાએ પ્રમુખ ઉપ પ્રમુખ અને કારોબારી ના નામની જાહેરાત થઇ છે આવતીકાલે આ તમામ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપ પ્રમુખની ચુંટણી માટે મતદાન થશે. આવતીકાલે તમામ તાલુકા પંચાયતોને તેમના નવા પ્રમુખ ઉપ પ્રમુખ મળશે.

મોરબી તાલુકા પંચાયતની 26 સીટમાંથી 19 સીટ ભાજપ પાસે હોય તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન છે જેથી તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હોદેદારોની અઢી વર્ષની ટર્મ પુરી થતા આજે બીજા અઢી વર્ષ માટે નવા હોદેદારો જાહેર કરવામાં આવ્યા છે જેમાં મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અશોકભાઈ વાલજીભાઈ દેસાઈ, ઉપપ્રમુખ તરીકે કિરણબેન જયેશભાઈ રાઠોડ અને કારોબારી ચેરમેન તરીકે અશ્વિનભાઈ ગોરધનભાઇ પાટડીયાના નામ જાહેર થતા હવે સામાન્ય સભામાં નવા હોદ્દેદારોને ચૂંટી કાઢવામાં આવશે.

ટંકારા તાલુકા પંચાયતની નવી ટર્મ માટે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ પ્રમુખ તરીકે છાંયાબેન અરવિંદભાઈ માંડવીયા, ઉપપ્રમુખ તરીકે ચાર્મીબેન ભાવેશભાઈ સેજપાલ અને કારોબારી સમિતિ માટે અલ્પેશભાઈ ચુનીલાલ ભાઈ દલસાણીયાના નામની જાહેરાત કરી છે. હવે સામાન્ય સભામાં તમામ નવા હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા બાદ વરણી કરવામાં આવશે.

માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સુશીલાબેન અશોકભાઈ બાવરવા, ઉપપ્રમુખ તરીકે સીતાબેન ચંદુભાઈ લાવડીયા અને કારોબારી સમિતિ માટે જીગ્નેશભાઈ રાયધનભાઈ ડાંગરના નામ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે પરંતુ હજુ ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેન માટે ધમપછાડા ચાલી રહ્યા છે. ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનના પદ માટે કહીં ખુશી, કહીં ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ બંને પદ માટે નવાજુની થવાના એંધાણ છે.

હળવદ તાલુકા પંચાયતની બીજી ટર્મના પ્રમુખ તરીકે પ્રવીણભાઈ માવજીભાઈ સરસાવડીયા, ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ કાંતિભાઈ ઝીંઝુવાડિયા, કારોબારી સમિતિ માટે હર્ષાબેન મહેશભાઈ કોપણીયાના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉમેદવારો ભાજપ તરફથી ઉમેદવારી કરશે અને આવતીકાલે હળવદ તાલુકા પંચાયતના નવા હોદેદારોની ચૂંટણી થશે.

વાંકાનેર તાલુકા પંચાયતની બીજી ટર્મના પ્રમુખ તરીકે કૈલાશબા હરિસિંહ ઝાલા, ઉપપ્રમુખ તરીકે દેવુબેન હનુભાઈ વિંઝવાડીયા અને કારોબારી સમિતિના ચેરમેન પદે જીજ્ઞાસાબેન રાજેશકુમાર મેરના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે હવે સામાન્ય સભામાં તમામ નવા હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા બાદ વરણી કરવામાં આવશે

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,150SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page