મોરબીના ધરમપુર ગામની સીમમા આવેલા લોરેન્સ સિરામિકના સ્ટોર રૂમમાં ચાલતા જુગાર ધામ પર પોલીસે દરોડા પાડ્યો હતો અને જુગાર રમતા ભાવેશભાઇ ચતુરભાઇ ડઢાણીયા,અભય ચુનિલાલભાઇ દેકાવાડીયા,રવિરાજ ટપુભાઇ અઘારા,વિપુલભાઇ મોહનભાઇ અમૃતીયા,અશ્વિનભાઇ પ્રાગજીભાઇ કાંજીયા,હિતેન્દ્રભાઇ ભચુભાઇ સદાદીયા,હિતેશભાઇ છગનભાઇ ચારોલા,દિનેશભાઇ કરશનભાઇ મેરજાને જુગાર રમતા ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ 2,67 ,000 રોકડા અને જુગાર સાહિત્ય જપ્ત કર્યું હતું અને તેમના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી
બીજા એક બનાવમાં મોરબીના રવાપર રોડ પર આવેલા એવન્યુ પાર્ક વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં જુગાર ધામ ચાલતું હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા સુનીલભાઈ જેઠાલાલભાઈ પુજારા,કિશોરભાઈ ચંદુભાઈ રૂપારેલ,અજયભાઈ મહેશભાઈ દવે,હિતેષભાઈ હર્ષદભાઈ મહેતાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી 41 હજાર રોકડા સહિતનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

