HomeGujaratમોરબી-માળિયાના અભ્યારણમાં મીઠું પકવતા અગરિયા ઓને પ્રવેશકાર્ડ આપવાની માંગ,ધારાસભ્યને રજૂઆત

મોરબી-માળિયાના અભ્યારણમાં મીઠું પકવતા અગરિયા ઓને પ્રવેશકાર્ડ આપવાની માંગ,ધારાસભ્યને રજૂઆત

કચ્છના નાના રણ આસપાસ વિસ્તારમાં હજારો અગરિયા પરિવાર વર્ષોથી મીઠા પકવવાના વ્યવસાય સાથે જોડાયેલ છે થોડા વર્ષો પહેલા વન વિભાગ દ્વારા અભયારણ્ય વિસ્તારમાં ગેર કાયદે અવર જવર રોકવાના ઉદેશથી ત્યાં વસતા પરિવારનો સર્વે તેમને આ વિસ્તારમાં પ્રવેશ માટે ખાસ પ્રકારના કાર્ડ આપવાનું આયોજન કરાયું હતું જોકે આ કાર્ડ જાણે કોઈ પણ પ્રકારે સર્વે વિના આપવામાં આવ્યો હોય તેમ મોરબી માળિયા હળવદ સહિતના અનેક તાલુકાના અગરિયાઓને આપવામાં આવ્યા નથી જેના કારણે હાલ તેઓનો પ્રવેશ અટકી ગયો છે અને તેના કારણે તેઓની રોજી રોટીને ગંભીર અસર પહોચી છે અને આ કારણસર તેઓ અલગ અલગ કચેરી અને રાજકીય આગેવાનોને મળી તેમની માંગણી મુદે રજૂઆત કરી રહ્યા છે. ત્યારે આજે આ અગરિયા પરિવાર ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને મળ્યા હતા અને વર્ષોથી નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને પ્રવેશ કાર્ડ અપવવા અને તેમને વ્યવસાય માટે અભ્યારણ વિસ્તારમાં પ્રવેશ આપવામાં આવે તેવી માંગ કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW