મોરબીના નીચે માંડલ ગામે વૃદ્ધાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો હતો. આ મામલે મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના નીચી માંડલ ગામે રહેતા ૭૦ વર્ષીય વજીબેન યશવંતભાઈ ઘેટીયાએ તા.૨૯ના રોજ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું તો ધટનાની જાણ થતા જ પરિવારજનો દોડી આવ્યા હતા અને મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે દોડી જઈને નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

