HomeGujaratમોરબીના એ ડીવીઝન પોલીસ મથકમાં ખડકાયેલ 77 બાઈકનો કરાશે નિકાલ, 4 સપ્ટેબરના...

મોરબીના એ ડીવીઝન પોલીસ મથકમાં ખડકાયેલ 77 બાઈકનો કરાશે નિકાલ, 4 સપ્ટેબરના રોજ થશે હરરાજી 

મોરબી શહેરમાં અલગ અલગ કેસમાં પકડાયેલા તેમજ ચોરી કેસમાં લાંબા સમયથી પડેલા માલિકીની ઓળખ ન થવાના કારણે પડેલા બાઈકનો અલગ અલગ પોલીસ મથકમાં ખડકલો થઇ ગયો છે કેટલાક પોલીસ મથકની સ્થિતિ તો એવી થઈ ગઈ છે કે પોલીસ મથક ઓછું અને ભંગારનો ડેલો વધુ લાગી રહ્યા છે પોલીસ મથકની સ્થિતિને ધ્યાને લઇ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા ભંગાર વાહનોની હરરાજી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે મોરબીમાં આવા વાહનોનો નિકાલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડાના આદેશ મુજબ મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટર વ્હીકલ એક્ટ 207 ના  અંતર્ગત ડિટેઇન કરેલ 77 વાહનો તથા જી.પી.એકટ 8(2 ) મુજબ 1 વાહન મળી કુલ 78 વાહનોની સ્ક્રેપ પોલીસી મુજબ જાહેર હરરાજીઆગામી 4 સપ્ટેબરના  રોજ  બપોરે 12 વાગ્યે  કલાકે એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે  કરવામાં આવશે

આ હરરાજીમાં ભાગ લેવા ઇચ્છુક વેપારીએ તા. 02 સપ્ટેબર  અરજી દીઠ અલગ-અલગ એડવાન્સ ડિપોઝીટ પેટે રૂ.૨૫,૦૦૦/- નો “OS TO SUPERINTENDNENT OF POLICE ના નામનો રાષ્ટ્રીયકૃત બેંકનો ડીમાન્ડ ડ્રાફટ પોલીસ અધિક્ષક કચેરી, મોરબીની હિસાબી શાખામાં ટપાલ/રૂબરૂથી કચેરી સમય દરમિયાન જમા કરાવવાનો રહેશે.

હરરાજીના વાહનોનું રૂબરૂ નિરીક્ષણ તા 02 સપ્ટેબર સુધી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર મોરબીની કચેરી ખાતે કચેરી સમય દરમિયાન કરી શકાશે. આ હરરાજીનો માલ જે સ્થિતીમાં હશે તેજ સ્થિતીમાં સુપ્રત કરવામાં આવશે, ઊપરાંત હરરાજીની શરતો હરાજીના સમયે વાંચી સંભળાવવામાં આવશે તેમ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW