મોરબી શહેરમાં વિસીપરા વિસ્તારમાં આવેલા મદીના સોસાયટીમાં રહેતા અને ઘર પાસે વાંડામાં સાવરણી બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા મુજીબખાન નુર મહમદ પઠાણ નામના આધેડ સાવરણી બનાવવા આસામ અને બંગાળ માંથી એક ખાસ પ્રકારનું ઘાસ મગાવતા હોય છે.અને આં ઘાસ જેમ જેમ સુકાય તેમ તેમ સાવરણી બનાવવાના ઉપયોગમાં લે છે. જ્યારે લીલું ઘાસ વરંડામાં બારદનમાં ભરીને રાખે છે. ગત તા 23ના રોજ તેઓએ આસામ થી 60કટ્ટા ઘાસનો જથ્થો મગાવ્યો હતો અને આ જથ્થો વંડામાં રાખ્યો હતો જોકે તેના પર એક વ્યક્તિની નજર પડી ગઈ હતી જેથી ફેકટરીમાં કામ કરતા મજૂર જમવા ગયા ત્યારે આં તસ્કરે મોકાનો લાભ મેળવી રું.2.20લાખની કિંમતના 60 કટ્ટા ભરેલો ઘાસનો જથ્થો ચોરી કરીને લઇ ગયા હતા.આં અંગે મુજીબખાનના પુત્ર સાકિર દ્વારા જાણ કરવામાં આવી હતી કે બે દિવસ પહેલાં જે ઘાસનો જથ્થો આવ્યો હતો તે હાલ ત્યાં નથી જેથી તપાસ કરતા આં ઘાસ ચોરી થયાનું જાણ થતાં તેઓએ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં તેના વિસ્તારમા રહેતા નિઝામ હેદરભાઈ જેડા વિરુદ્ધ ચોરીની ફરીયાદ નોંધાવી હતી.બનાવ આધારે પોલીસે આરોપી વિરૂદ્ધ ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.
| ReplyForward |

