9 સપ્ટેબર બાદ ઈ મેમો નહી ભરાય તો ફોજદારી કાર્યવાહી કરવાની પોલીસની ચીમકી
મોરબી શહેર અને જિલ્લાના મુખ્ય માર્ગોમાં નાગરીકો ટ્રાફીક નિયમોનું પાલન કરે તે હેતુથી પોલીસ દ્વારા સમયાન્તરે અલગ અલગ ડ્રાઈવ ચલાવવામાં આવતી હોય છે તો આજના સમયમાં ટ્રાફિક પોલીસ જવાન અને વાહન ચાલકો વચ્ચેના ઘર્ષણ અટકાવવા ઈ મેમો આપવામાં આવી રહય છે ત્યારે મોરબી શહેરમાં અલગ અલગ વિસ્તારમાં સીસીટીવી કેમેરા મારફતે ટ્રાફીક નિયમન કરવાની કામગીરી ચાલે છે અને તેની સાથે સાથે નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને ઇ-ચલણ ઇશ્યુ કરવામાં આવે છે. મોરબી જિલ્લા ખાતે ટ્રાફીક નિયમ ભંગ બદલ ઇસ્યૂ કરાયેલ ઇ-ચલણો પૈકી અનેક વાહનચાલકોએ આજદિન સુધી દંડ ભરપાઇ કરેલ નથી તેવા વાહનચાલકો વિરૂધ્ધ જિલ્લા કાનુની સેવા સતામંડળ, મોરબી ધ્વારા કોર્ટ નોટીસો કાઢી મોકલી આપવામાં આવેલ છે.
ઇ-ચલણોનાં કેસ આગામી તા.૯ સપ્ટેમ્બરના રોજ યોજાનાર લોકઅદાલતમાં મુકવામાં આવેલ છે. જે સંદર્ભે લીગલ કોર્ટ, મોરબી ધ્વારા નોટીસોની બજવણી કરવામા આવેલ છે. આ લોકઅદાલત બાદ પણ જો કોઇ મેમો ભરશે નહી તો તેઓ વિરૂધ્ધ ફોજદારી કાર્યવાહી કરવાની તાકીદ વાહન ચાલકોને કરવામાં આવી છે. જેથી જેમનું પણ ઇ-ચલણ ભરવાનું બાકી હોય તો તારીખ ૯-૦૯-૨૦૨૩ પહેલા ટ્રાફીક શાખા- રૂમ નં-૧૧, પોલીસ અધિક્ષકની કચેરી, જીલ્લા સેવા સદન કેમ્પસ, સો-ઓરડી સામે, મોરબી-૨ તેમજ શનાળા પોલીસ ચોકી, ઉપરના માળે, છોટાલાલ પેટ્રોલ પંપ ની બાજુમાં, શનાળા રોડ, મોરબી-૧ ખાતે ભરપાઇ કરવા જણાવાયુ છે.

