HomeGujaratમોરબી માળિયા વિધાનસભા બેઠકમા આવતી 4 શાળાના 18 ઓરડા મંજુર, કામગીરી શરૂ...

મોરબી માળિયા વિધાનસભા બેઠકમા આવતી 4 શાળાના 18 ઓરડા મંજુર, કામગીરી શરૂ થવાની આશા

મોરબી માળિયા વિધાનસભા વિસ્તારમાં આવેલા અનેક ગામડાની અનેક પ્રાથમિક શાળાના ઓરડા લાંબા સમયથી જર્જરિત છે આ અંગે ગ્રામજનો દ્વારા અનેક વખત તંત્ર સુધી આ મુદે રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો ન હતો જે બાદ ગ્રામજનો દ્વારા મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને રજૂઆત કરી હતી. ધારાસભ્ય કાંતિભાઈ દ્વારા આ મુદે સરકારમાં રજૂઆત કરી હતી. માળિયા મિયાણા તાલુકાની 3 શાળાના 13 ઓરડા તથા મોરબી તાલુકાની 1 શાળાના 5 ઓરડા મંજુર થયા છે. આ શાળાઓના ઓરડાનું બાંધકામ ઝડપથી શરૂ થશે, ટૂંક સમયમાં વિદ્યાર્થીઓ નવા મકાનમાં ભણતા થશે.તેવી ધારાસભ્ય કાન્તીભાઈએ ખાતરી આપી હતી

મોરબીમાં પ્રાથમિક શિક્ષણ પ્રવૃત્તિને વેગ આપવા તથા સારા વાતાવરણમાં બાળકો અભ્યાસ કરી શકે એ માટે વિવિધ શાળાના નવા મકાન બનાવવાની ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની ઉચ્ચકક્ષાએ રજૂઆત ફળીભૂત થઈ છે. જેમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. 2.94 કરોડના ખર્ચે, માળિયા તાલુકામાં, 5 ઓરડા સાથે, નાનીબરાર પ્રા. શાળા, 6 નવા ઓરડા સાથે માળીયા કન્યાશાળા, 2 ઓરડા સાથે ભોળીપાટ વાંઢ શાળા એમ 13 તથા મોરબી તાલુકામાં 5 ઓરડા સાથે મચ્છુ માઁ નગર એમ કુલ 18 ઓરડા મંજૂર થયા છે અને લાંબા સમયથી અટવાયેલો પ્રશ્ન હલ થયો છે. આ શાળાઓના ઓરડાનું બાંધકામ ઝડપથી શરૂ થશે અને ટૂંક સમયમાં વિદ્યાર્થીઓ નવા મકાનમાં બેસતા થઈ જશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW