Thursday, July 4, 2024
HomeGujaratમોરબીમાં ફાયર વિભાગની ટીમે છાત્રોને આગની ઘટના થી બચાવવા તાલીમ આપી

મોરબીમાં ફાયર વિભાગની ટીમે છાત્રોને આગની ઘટના થી બચાવવા તાલીમ આપી

મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા ફાયર સેફટી જાગૃતિ હેતુસર પ્રગતિ ક્લાસીસ ખાતે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણને ફાયર ડેમોન્સટ્રેશન અને ટ્રેનિંગ આપવામાં આવી હતી

આગ લાગવાના કારણો, આગના પ્રકારો, કેવા કેવા પ્રકારની આગ લાગી શકે? આગથી કેવી રીતે બચી શકાય? આગની સામે કેમ રક્ષણ મેળવી શકાય, આગ કે અન્ય અકસ્માતમાં ફસાઈ જાય તો પોતાનો સ્વ બચાવ કેવી રીતે કરવો અને અન્યને પણ બચાવીને બહાર કેવી રીતે કાઢવા તે અંગે મોરબી ફાયર વિભાગ દ્વારા પ્રગતિ કલાસીસ ખાતે ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ Fire extinguisher (અગ્નિશામક યંત્ર)નો ઉપયોગ કેવી રીતે કરવો તે પદ્ધતિસર સમજાવ્યું. ત્યારબાદ અગ્નિશામક યંત્રના ઉપયોગનો લાઈવ ડેમો ફાયર ઓફિસરના માર્ગદર્શન હેઠળ શિક્ષકગણ અને વિધાર્થીઓએ કરેલ.

મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ કેવી કેવી કામગીરી કરે છે અને કોઈ પણ પ્રકારની આગ લાગે ત્યારે અને રેસ્ક્યુ વખતે ઈમરજન્સી કોન્ટેક્ટ ૧૦૧ નંબર પર ફોન કરીને ફાયર સ્ટેશનનો સંપર્ક કરી શકાય છે. કોઈ પણ શૈક્ષણિક સંકુલ, સોસાયટી, હોસ્પિટલ કે બહુમાળી ઈમારતો માં આવા ફાયર સેફટી જાગૃતિના હેતુસર ફ્રી (નિશુલ્ક) લાઈવ ડેમો અને ટ્રેનિંગ માટે મોરબી જિલ્લા સ્ટેશન ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા તેમજ ફાયર સ્ટેશનનો સંપર્ક કરવા પણ વિનતી કરી હતી

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,333FollowersFollow
1,990SubscribersSubscribe

TRENDING NOW