અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અક્સ્માતની ઘટનાં બાદ રાજ્યભરમાં પોલીસે ટ્રાફીક ડ્રાઇવ ચલાવી હતી.ત્યારે મોરબી જિલ્લામાં પણ પોલીસે વાહન ચેકીંગ ઝુંબેશ ચાલુ કરી હતી.મોરબીમાં એક સપ્તાહમાં ૧૫૦૦ વાહન ચાલકોને ટ્રાફિક નિયમ ભંગ કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો તોb ૧૪૪ વાહન ડીટેઈન કર્યા હતા
અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે લક્ઝરી કાર બેફામ સ્પિડે ચલાવી બે પોલીસ કર્મી સહિત૧૦ લોકોને કચડી નાખાતા તેમના કમકમાટી ભર્યા મોત થયા હતા ઘટના બાદ પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા હતા જે બાદ ગૃહ વિભાગના આદેશ થી રાજ્યભરમાં બેફામ રીતે વાહન ચલવતા લોકો વિરુદ્ધ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી.ત્યારે મોરબી જીલ્લામાં પણ ગત ૨૨થી૩૧ જુલાઈ દરમીયાન જિલ્લા ટ્રાફિક પોલીસ અને અલગ અલગ પોલીસ મથકની ટીમ દ્વારા ચેકીંગ ડ્રાઇવ ચલાવી નિયમ ભંગ કરી વાહન ચલાવતા વાહન ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. અને ટ્રાફિક નિયમ ભંગ કરનાર ૧૫૦૧ વાહન ચાલકને દંડ ફટકાર્યો હતો. સાથે સાથે ૧૪૪ વાહનો ડીટેઈન કર્યા હતા. આ ઉપરાંત રોંગ સાઈડમાં કે ઓવર સ્પીડ વાહન ચલાવતા ૯૫ વાહન ચાલકો, આડેધડ વાહન પાર્ક કરનાર ૧૧ વાહન ચાલક, વાહનમાં સ્ટંટ કરનાર અને રેસિંગ કરનાર ૮ વાહન ચાલકો, નશામાં વાહન ચલાવનાર ૨૩ વાહન ચાલકો, વિરૂધ્ધ અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આં ઉપરાંત હાઇવે પર ઓવર સ્પીડ વાહન ચલાવનાર ૧૧ વાહન ચાલકોને ઇન્ટર સપ્ટર મોબાઈલ વાહન થી ઇ મેમો ફટકારવામાં આવ્યો હતો.

