વર્ષોથી ખરાબ રોડની યાતના અને હવે ફોરલેનનું કામ શરૂ ઘયું તો ગોકળગતિએ ચાલતા કામથી પારાવાર હેરાનગતિ
અધૂરામાં પૂરું દરરોજ ધીમીધારે વરસતા વરસાદથી રબડીરાજ, ટ્રાફિકજામની કાયમી હૈયાહોળીમોરબીનો ઔધોગિક ઝોન ગણાતો અને દરરોજ હજારો વાહનોની અવરજવર ધરાવતો જેતપર રોડની વર્ષોથી અત્યંત ખરાબ હલતની યાતના સહન કર્યા બાદ હવે ફોરલેન મંજુર થયો અને રોડનું કામ શરૂ થયું તો પણ વાહન ચાલકોની પીડાનો અંત આવ્યો નથી. કારણ કે એક તો ખૂબ જ ગોકળગાયની ગતિએ કામ ચાલે છે. એટલે એક બાજુનો રોડ બંધ હોય બીજો એક જ રોડ ચાલુ હોય તેમાં બન્ને તરફના હજારો વાહનોની અવરજવરમાં કોઈ આડેધડ ઘૂસે તો ટ્રાફિક એવો ગુંચવાય કે કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવું પડે છે. એક બાજુનો રોડ ચાલુ હોય પણ તેમાં ચાર પાંચ ફૂટના ગાબડા પડી ગયા હોવાથી દરરોજ સેંકડો વાહનો પલ્ટી મારી જાય છે. આટલું ઓછું હોય એમ હવે દરરોજ ધીમીધારે વરસાદ વરસતો હોય આખો રોડ ગારા કિચડથી લથબથ થઈ ગયો હોય આ રબડી રાજ વાહન ચાલકોને લંપટીને પડવાથી હાથ પગ ખોખરા થવાની તક પુરી પાડે છે. સીરામીક ઝોન હોવાથી રોજ ટ્રાન્સપોર્ટેશનના હજારો ભારે વાહનો પસાર થતા હોય તેમજ અન્ય કામ અર્થે નીકળતા લોકો જુદા જ હોય હજારો કરતા પણ વધુ લોકો વાહનો લઈને અવરજવર કરતા હોય તેમને આ રોડના ગોકલગતિએ ચાલતા કામથી દર્દનાક પીડા થાય છે. હેવી લોડેડ વાહનોમાંથી સામનો નીકળી જાય તેમજ બીજા રીક્ષા, બાઇક જેવા વાહનોને પણ મોટી નુકશાની થાય છે. ત્રણ ફૂટથી માંડીને છ ફૂટ સુધીના સ્પીડ બ્રેકર થઈ ગયા હોય ટ્રેકટર પણ આખું સમાય જાય છે. ડમ્પરો અને ટ્રકો તેમજ, ટ્રેકટર, એસટી બસ, રીક્ષા સહિતના ઘણા વાહનો રોજ ખાડામાં ફસાય જાય છે. એક તો એક બાજુનો રોડ ચાલુ હોય એમાં આવુ ભારે વાહન ફસાય અને કલાકો સુધી ન નીકળે એટલે વાહન વ્યવહાર સાવ ઠપ્પ થઈ જાય છે. આ ટ્રાફિકજામની કાયમી પીડા છે. આ રોજ નીકળતા ભારે વાહનો અને ઉધોગકારો અને મજૂરોને આ યાતના સહન કર્યા સિવાય છૂટકો જ નથી. આ રોડ ઉપર તો અત્યારે રીતસરનું રાબડું થઈ ગયું છે. એટલે ગારા કીચડમાંથી ભારે વાહનો તો ઠીક બાઇક જેવા વાહનો પણ નીકળી ન શકે તેવી ખરાબ હાલત છે છતાં એકેય નેતાના પેટનું પાણી હલતું નથી.
પાંચ કિમીનું અંતર કાપવામાં નવ નેજા પાણી ચડી જાય છે જેતપર રોડની એટલી બધી ખરાબ હાલત છે કે પાંચ કિમિનું અંતર કાપવામાં નવ નેજા પાણી ચડી જાય છે. પાંચ કિમીનું અંતર પસાર કરવામાં થોડો ટાઈમ લાગે પણ અહીં તો રોડ જ એટલી બધો ખરાબ છે કે પાંચ કિમીનું અંતર કાપવામાં કલાકો નીકળી જાય છે. વાહન લઈને નિકળા હોય ત્યારે મંઝિલે ક્યારે પહોંચીશું એનું કાંઈ નક્કી જ નથી હોતું ધીમી ગતિ વાહન ચલાવો તો પણ નાકે દન આવી જાય છે.

