HomeGujaratમોરબીના ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું કરનાર સામે ફરિયાદ

મોરબીના ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું કરનાર સામે ફરિયાદ

જેના ફોનના ઉપયોગથી ઓડિયો વાયરલ થયો એ યુવાને નોંધાવી ફરિયાદ

મોરબીમાં થોડા દિવસ પહેલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને બદનામ કરવાના ઇરાદે સાથે માળિયા મિયાણા તાલુકા યુવા ભાજપના ઉપપ્રમુખ વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો વાયરલ કરવામાં આવ્યો હતો.આં ઓડિયો વાયરલ થતા શરૂઆતમાં કાંતિભાઈ સાથે જેની વાત ચીત થઈ તેણે ઓડિયો વાયરલ કર્યો હોવાની આશંકા સેવાઈ રહી હતી.જોકે
કથિત રીતે જે ભાજપ આગેવાન ના નામે ઓડિયો વાયરલ થયો હતો તેં સામે આવ્યો હતો.કાંતિભાઈ સાથે ઓડીયો વાયરલ કરવામાં અમિત દેવાભાઇ અવાડીયા તેમજ તેના એક મિત્રનો હાથ હતો તેમ જણાવતા વિવાદમાં નવો વળાંક આવ્યો હતો.

આ ઓડિયો વાયરલ થતા અમિત અવાડિયા નામના શખ્શ નું નામ આવતા અમિતે એન કેન રીતે મામલો દબાવવા પ્રયાસ કર્યા હતા અને પોતાનું નામ આં ઓડિયો વાયરલ કરવા માં ન આવે તે માટે

પ્રજ્ઞેશભાઈને અગાઉ રવાપર ચોકડી પાસે બોલાવી ધાક ધમકી આપી હતી બાદમાં એક રાત્રે એક કારમાં અજાણ્યા શખ્સો તેના ઘરે આવ્યા હતા અને તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. જે બાદ ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જે તે સમયે પ્રજ્ઞેશ ગોથી એ પોલીસ ફરિયાદ ન કરવાનું કહી દીધું હતું જોકે અચાનક ફરી આં અંગે એ ડિવિઝન પોલીસ મથક અમિત દેવાભાઇ અવાડિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW