HomeGujaratઅતિ ભારે વરસાદથી ખેતી પાકને થયેલા નુકસાનને પગલે તાત્કાલિક સહાય ચૂકવવા માંગ

અતિ ભારે વરસાદથી ખેતી પાકને થયેલા નુકસાનને પગલે તાત્કાલિક સહાય ચૂકવવા માંગ

ચાલુ વર્ષે મેઘરાજાની પધરામણી સમયસર થતા ખેડૂતોએ હરખાતા હરખાતા વાવણી કરી દીધી હતી પરંતુ વરસાદના બીજા અને ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રનાં જૂનાગઢ, ગીર સોમનાથ દ્વારકા કચ્છ સહિતના અનેક જીલ્લામાં અતિભારે વરસાદ થવાના કારણે ખેડૂતોનો પાક પાણીમાં ધોવાઈ ગયો છે.જેના કારણે ખેડૂતોને મોટાં પાયે નુકશાન થયું છે.જે જે જિલ્લા અતિભારે વરસાદ થયો છે તેવા જિલ્લાને લીલાં દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવાની માગણી ઉઠી છેઆ મુદ્દે ગુજરાત કિસાન સંગઠનના ગજેન્દ્રસિંહ જે ઝાલાએ સાઈન પત્ર લખીને વિશેષ પેકેજ જાહેર કરી તત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે તેવી માગણી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW