HomeGujaratમોરબીના અલગ-અલગ વિસ્તારમાં ડ્રેનેજના પ્રશ્ને પાલિકા માં રજૂઆત છતાં ઉકેલ ન આવ્યાની...

મોરબીના અલગ-અલગ વિસ્તારમાં ડ્રેનેજના પ્રશ્ને પાલિકા માં રજૂઆત છતાં ઉકેલ ન આવ્યાની રાવ 

મોરબીમાં પંચાસર રોડ પર આવેલા ઉમા હોલ સામે આવેલા વિસ્તારના લોકો અને વોર્ડ 2 માં આવતા કુલી નગર અને આસપાસના વિસ્તારની મહિલા ફરિયાદ સાથે આવી પહોચી હતી અને તેના વિસ્તાર માત્ર પ્રેશર મશીન માત્ર કામ ચલાઉ પાણીના નિકાલ કરવાના બદલે તેની ઊંડાણ પૂર્વક સફાઈ કરી ડ્રેનેજ લાઈનમાં એકઠા થયેલ માટી અને ગાર નો નિકાલ કરવાની માંગણી કરી હતી  

મોરબી શહેરમાં લાંબા સમયથી સફાઈ અને ડ્રેનેજની સમસ્યા  છે અને તેના મુદે પાલિકામાં લોકો અનેકવાર રજૂઆત લઈને આવેલ છે પરંતુ તેમની સમસ્યાનું નિવારણ ક્યારે આવશે તે ખુદ પાલિકા કર્મચારી પણ કહી શકે તેમ નથી કારણે કે મોરબી પાલિકા જિલ્લાની  સૌથી મોટી પાલિકા છે 13 વોર્ડ છે અને અંદાજીત 50 ચોરસ કિમીથી વધુ નો વિસ્તાર છે જેની સામે પાલિકા પાસે રોડ રસ્તા અને જાહેર માર્ગ સફાઈ તેમજ  ડ્રેનેજ સફાઈ માટે  કર્મચારીની સંખ્યા ખુબ ઓછી છે ડ્રેનેજ સફાઈ માટે માત્ર 25 જેટલા જ કર્મચારી જે છે આટલા કર્મચારી થી શહેરમાં વોર્ડના ડ્રેનેજ સફાઈ કામગીરી કેવી રીતે થાય આધુનિક સાધનો નથી  બીજી તરફ મોરબી પાલિકા વિસ્તારમાં દરરોજ  30થી વધુ  ફરિયાદ   આવે છે. ટાંચા સાધનો અને અપૂરતા કર્મચારીના કારણે મોરબીમાં ફરિયાદોનો ઉકેલ જ આવતો નથી પરિણામે પાલિકામાં રોજ ફરિયાદો સાથે ટોળે ટોળા આવી પહોચે છે પાલિકા કર્મચારી માત્ર આશ્વાસન સિવાય બીજું આપી શકતા નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW