HomeGujaratમોરબી જીલ્લામાં સાર્વત્રિક વરસાદ 12 કલાકમાં મોરબીમાં પોણા ચાર ઇંચ પાણી વરસ્યું

મોરબી જીલ્લામાં સાર્વત્રિક વરસાદ 12 કલાકમાં મોરબીમાં પોણા ચાર ઇંચ પાણી વરસ્યું

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને ગુજરાતના અલગ અલગ જિલ્લામાં તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે અલગ અલગ જીલ્લામાં વરસાદ પણ વરસી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લામાં પણ તેની અસર જોવા મળી છે. મોરબીના પાંચેય તાલુકામાં શનિવારે સવારથી મેઘસવારી જોવા મળી હતી દિવસ દરમિયાન ક્યાંક વરસાદી ઝાપટા વરસાદ વરસી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લામાં શનિવારે મોડી રાત્રે ફરી મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી અને રાત્રે 12 થી સવારે 6 સુધીમાં મોરબી શહેરમાં 78 મીમી,ટંકારામાં 61 મીમી,હળવદમાં 20મીમી વાંકાનેર 15 અને હળવદના 20 મીમી વરસાદ વરસ્યો હતો તો સવારે પણ જિલ્લાભરમાં મેઘ સવારી યથવાત રહી હતી મોરબીમાં સવારે 6થી 12 દરમિયાન મોરબીમાં 11 મીમી,હળવદમાં 12 મીમી વરસાદ વરસ્યો હતો તો ટંકારા માં 4 અને માળિયા તેમજ વાંકાનેરમાં ૩-૩ મીમી વરસાદ વરસ્યો હતો

મોરબી જિલ્લા છેલ્લા 12 કલાકમાં 89 મીમી ટંકારામાં 65 હળવદમાં 32 વાંકાનેરમાં 18 અને માળિયા મિયાણામાં 15 મીમી વરસાદ નોધાયો તો શુક્રવારે રાત્રે પણ રાત્રે 8 થી 10 વચ્ચે માળીયામાં 4 અને હળવદમાં 6 મીમી વરસાદ વરસી ગયો હતો મોરબી જીલ્લામાં અલગ અલગ સ્થળે થયેલા સાર્વત્રિક વરસાદ ને પગલે જિલ્લાના તમામ નાના મોટા જળાશયમાં નવા નીર આવ્યા હતા તો શહેરના મોટા ભાગના વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા પણ સામે આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW