મોરબી માળિયા નેશનલ હાઇવે પર આવેલ ટીંબડી પાટિયા નજીક આવેલ એકસીસ બેંકના એટીએમ શનિવારે મોડી રાત્રે કેટલાક શખ્સ ત્રાટક્યા હતા અને એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો જોકે એટીએમ નું એલર્ટ ઓન થઈ જતાં સાયરન વાગવા લાગ્યા હતાં જેથી ત્રણેય શખ્શ ફરાર થઈ ગયા હતા આં બનાવમાં સીસીટીવી કેમેરાની ફૂટેજ સામે આવતા પોલીસ એક્શન મોડમાં આવી હતી અને આરોપીઓનો પત્તો લાગવા ચક્રો ગતીમાન કર્યા હતા દરમીયાન બાતમી મળી હતી કે ચોરીનો પ્રયાસ કરી ભાગેલા શખ્શ જેતપર રોડ પર હોય આં બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી દરમિયાન આં શખ્સ જેતપર રોડ પર પીપળી ગામ નજીક પેટ્રોલ પંપ પાસેથી મળી આવતા ત્રણેયની આગવી ઢબે પૂછપરછ કરતાં તેઓના નામ સુનિલ છગન પરમાર,અનિલ છગન પરમાર તેમજ જીતેન્દ્ર ગોવિંદ પરમાર મૂળ મધ્ય પ્રદેશના બિડવાની જિલ્લાના વતની અને લેંચસ સિરામિક માં રહેતા હોવાનું જણાવ્યું હતું પોલીસે ત્રણેયની અટકાયત કરી બાઈક, ધાર દા ર ચપ્પુ, પક્કડ તેમજ મોઢા પર બાંધવાના કપડાં સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

