એક સમયનું સૌરાષ્ટ્રનું પેરીસ આજે ધન ભૂખ્યા બિલ્ડરોના પાપે નર્કાગાર બનતું જાય છે બીજુ તો ઠીક પણ વોકળા પર બાંધકામ કરવાની મંજુરી પણ અહી આરામથી મળી જાય છે જેના લીધે આખા મોરબીમાં ધીમે ધીમે પાણીના નિકાલ બંધ થઇ રહ્યા છે જે આવનાર સમયમાં મોરબીવાસીઓ માટે મોટી સમસ્યાનું કારણ બનવાનું છે ‘

વાત જાણે એમ છે કે તાજેતરમાં મોરબી નગર પાલિકા એ એક કોમર્સિયલ બાંધકામને મંજુરી આપી છે શહેરના રવાપર રોડ થી વાઘપરા મેઈન રોડને જોડતા રોડ પરના વોકળા ઉપર બનાવાયેલ આ બાંધકામને મંજુરીની મહોર મારી દેવામાં આવી છે જેના લીધે ગઈકાલ સુધી જ્યાં વરસાદી પાણી ના નિકાલનો વોકળો હતો ત્યાં સરસ મજાનું ત્રણ માળનું બિલ્ડીંગ ઉભું છે
સામાન્ય રીતે નદી,નાળા,વોકળા,કાઠે બાંધકામ કરવાના ખાસ નિયમ છે પરંતુ આ કેસમાં તમામ નિયમો નેવે મુકીને મોરબી નગર પાલિકા દ્વારા આ બાંધકામને મંજૂરી આપી દેવાતા સમગ્ર શહેરમાં આ મુદો ચર્ચાનો વિષય બન્યો છે.

આમ તો આ બિલ્ડીંગ બનાવનાર ભાજપના જ આગેવાન છે તો બીજા એક પાલિકાના કર્મચારી પણ સામેલ હોવાની વાત સામે આવી રહી છે. તેથી આ બાંધકામને મંજુરી આપવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે
હાલ મોરબી નગરપાલિકામાં વહીવટદાર શાસન ચાલી રહ્યું છે અને વહીવટદાર તરીકે મોરબીના અધિક કલેકટર નારણ મુછારને બેસાડવામાં આવ્યા છે પરંતુ વોકળા પર જ બાંધકામ હોવા છતાં આ મંજુરી ઉપર સહી કેવી રીતે થઇ શકે એ સમજાતું નથી બીજી તરફ આ મંજુરી પાછળ લાખોનો વહીવટ થયા ની પ્રબળ આશંકા સેવાઈ રહી છે કારણ કે આ બિલ્ડીંગને કોઈ કાળે મંજુરી મળી શકે તેમ નથી છતાં વાસ્તવિકતા એ છે કે તેને મંજુરી મળી ચુકી છે આ બિલ્ડીંગને મંજ્રુરી આપવામાં ન આવે તે માટે પ્રયત્નશીલ એક આગેવાનને સોશ્યલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાના હીન પ્રયાસ પણ આ બાંધકામ કરનારાઓ દ્વારા કરવામાં આવ્યા હોવાની માહિતી પણ મળી રહી છે. જે જોતા પૈસાના ભૂખ્યા રાજકીય આગેવાનો અને બિલ્ડર લોબીના કેટલાંક માણસો કોઈ મોરબીને નીયમ મુજબ ચાલતું થાય તેવું ઇચ્છતા નથી તે સ્પષ્ટ પણ દેખાઈ રહ્યું છે

છેલ્લ્લા કેટલાંક વર્ષોમાં મોરબી શહેરમાં મંજુરી વિના બાંધકામ કરીને બિલ્ડીંગ બનાવી દેવામાં આવે છે બાદમાં વહીવટ કરીને મંજુરીઓ મેળવી લેવાશે તેવી માનસિક તૈયારી સાથે જ રાજકીય આગેવાનો અને બિલ્ડરો સાઠગાંઠ કરીને મોરબીવાસીઓ માટે મોટી મુશકેલી ઉભી કરી રહ્યા છે જેના લીધે આજે પણ મોરબીમાં અનેક બાંધકામ બિન અધિકૃત રીતે કોઈ પણ પ્રકારની મંજુરી વિના જ ધમધમી રહ્યા છે. જેને બંધ કરવામાં કોઈ અધિકારીને રસ નથી અને તેથી જ મનફાવે તેમ બાંધકામ થઇ રહ્યા છે
નદી નાળા કે વોકળા થી અમુક નિશ્ચિત અંતર છોડ્યા બાદ જ બાંધકામ કરવાની શરત બિનખેતી હુકમમાં જ સાથે આપવામાં આવતી હોય છે.પરંતુ અહી તો વોકળા પર જ બાંધકામ કરવામાં આવ્યું છે જે ખરેખર તો બીન ખેતીનો શરતભંગ છે અને આ બાંધકામ તોડી પાડવું જોઈએ એના બદલે રાતો રાત આ બાંધકામને મંજુરી આપી દેવામાં આવી છે
મોરબી શહેરમાં ચાલતા આવા બાંધકામને અટકાવવા માટે કોઈ આગળ આવે તો તેમને પાડી દેવા માટે બદનામ કરવાની તમામ કોશિષ કરવામાં પણ આવા તત્વો પાછીપાની નથી કરતા
મોરબીમાં આવા બાંધકામ કરનાર અને તેમના પર મંજુરીની મહોર મારનાર અધિકારી સામે તપાસ કરવામાં આવે તો લાખોના વહીવટનો પર્દાફાશ થાય તેમ છે પરંતુ સરકારના નીતિ નિયમને પૈસા માટે ઘોળીને પી જનારા આવા બિલ્ડરો અને અધિકારી સામે કાનૂની સકંજો કસાય છે કે કેમ તે આવનાર સમયમાં જ ખબર પડશે.