HomeGujaratશનાળામાં પોસ્ટકર્મી નશાની હાલતમાં મહિલા સાથે ચેનચાળા કરતો પકડાયો,પોસ્ટ ઓફિસમાં જ મહેફિલ...

શનાળામાં પોસ્ટકર્મી નશાની હાલતમાં મહિલા સાથે ચેનચાળા કરતો પકડાયો,પોસ્ટ ઓફિસમાં જ મહેફિલ જામતા હોબાળો

મોરબી રાજકોટ રોડ પર આવેલ શનાળા માં આવેલ પોસ્ટ ઓફિસમાં શુક્રવારે મોડી રાત્રે 11 વાગ્યાની આસપાસ રાજેન્દ્રસિંહ ભુરૂભા જાડેજા નામના પોસ્ટ કર્મીએ ઓફિસમાં જ દારૂની મહેફિલ શરુ કરી હતી આ ઉપરાંત એક મહિલાને પણ ત્યાં બોલાવી તેની સાથે ચેન ચાડા કરતો હોય આ અંગે ગામ લોકોને જાણ થતા ગામના લોકો એકઠા થઇ ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.જે બાદ સ્થાનિકોએ પોલીસને જાણ કરતા મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી

પોલીસની ટીમ સ્થળ પર પહોચી તે સમયે પોસ્ટ ઓફીસ બહાર એક વ્યક્તિ નશાની હાલતમાં લથડીયા ખાતો હોય તેમજ અર્ધ નગ્ન હાલતમાં હતો આ શખ્સ 30 વર્ષીય મહિલા સાથે જાહેરમાં નિર્લજ્જપણે ચેનચાળા કરતો હોવાથી પોલીસે રાજેન્દ્રસિંહ ભારૂભા જાડેજા તેમજ આરતીબેન નામની મહિલા વિરુધ્દ આઈપીસી કલમ 110 અને 117 હેઠળ ગુન્હો નોધી હતી રાત્રીનો સમય હોવાથી મહિલાની અટકાયત કરાઈ ન હતી જયારે રાજેન્દ્ર સિંહ ભરુભા જાડેજા નામની વ્યક્તિની ધરપકડ કરી હતી

આ ઘટના દરમિયાન પોસ્ટ ઓફીસ બહાર બચુભાઈ ગોવિંદભાઈ સોલંકી નામની વ્યક્તિ પણ નશાની હાલતમાં મળી આવ્યો હતો જેથી પોલીસે આરોપી બચુભાઈ વિરુદ્ધ પણ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

વાહનોની અવર જવરથી ધમધમતા રોડ નજીક આવેલ પોસ્ટ ઓફીસમાં આ રીતે પોસ્ટ કર્મી મહિલા સાથે જાહેરમાં ચેન ચાળા કરતા હોવાની ઘટનાને પગલે ગામમાં ઓહાપોહ મચી ગયો હતો અને અડધી રાત્રે તમાસો બની ગયો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW