HomeGujaratમોરબીમાં ટાઈલ્સના રીઝેક્ટ માલ આપવાના બહાને ત્રણ શખ્સે વેપારીને ત્રણ શખ્સે 1.26...

મોરબીમાં ટાઈલ્સના રીઝેક્ટ માલ આપવાના બહાને ત્રણ શખ્સે વેપારીને ત્રણ શખ્સે 1.26 લાખનો ચૂનો લગાવ્યો

મોરબીના નાના રામપર ગામના વતની અને મહેન્દ્રનગર નજીક આવેલ ઇફ્લ્ક્ષ સિરામિક નામની પેઢીમાં ભાગીદારી ધરાવતા હાર્દિક પ્રભુલાલ મંડાણી નામના વેપારીને બાલાજી ઇપેક્સ નામના ફેસબુક પેજમાં રીઝેક્ટ થયેલ માલ સસ્તામાં વેચવાનો હોવાનું અને તેના ફોટોગ્રાફ મુક્યા હતા તેમજ તેનો કોન્ટેક્ટ નંબર આપ્યો હતો જેથી આ નંબર પર તેઓએ કોલ કરતા સામેથી સચીનભાઈ નામની વ્યક્તિએ 12X 18 સાઈઝની ટાઈલ્સના 2800 જેટલા બોક્સ હોવાનું અને એક બોક્સ 45 રૂપિયામાં વેચવાનું હોવાનું જણાવ્યું હતું ઓછી કિમતના ટાઈલ્સ મળતો હોવાથી હાર્દિકભાઈએ 2800 બોક્સનો ઓર્ડર આપ્યો હતો એન હાર્દિકભાઈ એ ટાઈલ્સ ક્યાંથી લેવાની છે તે અંગે તપાસ કરતા બીજા દિવસે સચિનભાઈએ ટાઈલ્સ પીપળી રોડ પર આવેલ વ્હાઈટ સીટી સિરામિક નામની ફેકટરીમાં ટ્રક મોકલવા જણાવ્યું હતું જેથી તેઓએ ત્યાં ટ્રક મોકલાવ્યા હતા,

ટ્રક ફેકટરીમાં પહોચ્યા બાદ સચીનભાઈએ ટ્રકમાં ટાઈલ્સ લોડ કરવામાં આવતી હોવાનો ફોટો વોટ્સએપ પર મોકલ્યા હતા અને ત્યાર બાદ તેણે એક બેંક એકાઉન્ટ નંબર મોકલ્યો હતો જેમાં તેને 70 હજાર એન ઈ એફ ટી દ્વારા અને 56 હજાર જેટલી રકમ રોકડમાં આપવા જણાવ્યું હતું અને રોકડ રકમ માટે વિશાલભાઈ દોશી તેમજ પ્રતાપભાઈ પરમાર એમ બે વ્યક્તિને મોકલશે રકમ મળ્યા બાદ ટ્રક ફેકટરીમાંથી બહાર કાઢીશું તેવું જણાવ્યું હતું જેથી હાર્દિકભાઈએ માણસને મોકલવાનું જણાવતા 09 જુનના સાંજના સમયે વિશાલ અને પ્રતાપ તેની પાસે આવ્યા હતા અને તેમને 56 હજાર રોકડા આપ્યા હતા જયારે સચીનભાઈ એ મોકલાવેલ ખાતામાં 70 હજાર એનઈએફટી કરાવી હતી આ રકમ મળી ગયા બાદ આરોપીઓએ તેમના ફોન બંધ કરી દીધા હતા જેથી હાર્દિકભાઈએ ફેકટરીમાં તપાસ કરતા ફેક્ટરીમાંથી જવાબ મળ્યો હતો કે તેઓને ટાઈલ્સના રૂપિયા મળી નથી જેથી તેઓનો ટ્રક બહાર નીકળશે નહી તેમ જણાવતા હાર્દિકભાઈએ સચીનને ફોન કરતા સચિને ફોન બંધ કરી દીધો હતો અનેક વાર પ્રયાસ કરતા તેનો સંપર્ક થયો ન હોવાથી તેમની સાથે છેતરપીંડી થયા હોવાનું જાણવા મળ્યું હતું આ દરમિયાન હાર્દિકભાઈએ તપાસ કરતા બીજા એક વેપારી નરેન્દ્રભાઈ માકા સણા તેમજ અન્ય કેટલાક વેપારી સાથે આ રીતે છેતરપીંડી થઇ હોવાનું સામે આવતા તેઓએ સચિનભાઈ, વિશાલભાઈ દોશી, પ્રતાપભાઈ પરમાર વિરુધ્દ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW