HomeGujaratમોરબીમાં પાણી મુદ્દે હરીપાર્ક ની મહિલાએ પાલિકા કચેરીમાં ધામા નાખ્યા 

મોરબીમાં પાણી મુદ્દે હરીપાર્ક ની મહિલાએ પાલિકા કચેરીમાં ધામા નાખ્યા 

 મોરબી પાલિકા વિસ્તારમાં આવેલા અલગ અલગ વિસ્તારમા રહેતા લોકો અવાર નવાર પીવાના પાણીની સમસ્યા લઇ પાલિકા સુધી આવતા હોય છે. દરેક વખતે તંત્ર આશ્વાસન આપી રવાના કરતા હોય  છે.ત્યારે મોરબીના સામાકાંઠાની આજે   ફરી એકવાર પાણી પ્રશ્ને મહિલાઓએ નગરપાલિકા કચેરીમાં પોતાની ફરિયાદ લઈને આવી પહોંચી હતી . તેમના વિસ્તારમાં એક મહિનાથી પાણી ન આવતા મહિલાઓ વિફરી હતી અને મહિલાઓએ પાણી પુરવઠા કચેરી અને પાલિકામાં રજુઆત કરતા બન્ને તંત્રએ એકબીજાને ખો આપતા મહિલાઓ આક્રમક બની હતી અને જ્યાં સુધી પાણી આપવા  નહિ મળે ત્યાં સુધી ત્યાંથી ન જવાની 

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી હરિ પાર્ક સોસાયટીની મહિલાઓ પાણી પ્રશ્ને પહેલા પાણી પુરવઠા બોર્ડની કચેરીએ રજુઆત કરવા દોડી ગઈ હતી અને પાણી પુરવઠા તંત્ર સમક્ષ તેમની સોસાયટીમાં એક મહિનાથી પાણી આવતું ન હોવાની રજુઆત કરી હતી. સામે પાણી પુરવઠા તંત્રએ મહિલાઓને એવા જવાબ આપ્યો હતો કે, તમાંરી સોસાયટીમાં અમારી લાઇન આવે છે. પણ અમારી લાઇન મેઈન ગામડામાં જાય છે એટલે ગ્રામ વિસ્તારની જવાબદારી અમારી હોય તમારી સોસાયટીની જવાબદારી અમારામાં આવતી નથી. પાણી પુરવઠાએ અમારી ફરજ ન આવતી હોવાનું કહેતા મહિલાઓ મોરબી પાલિકા કચેરીએ રજુઆત કરવા દોડી ગઈ હતી. પણ નગરપાલિકાએ આ જવાબદારી પાણી પુરવઠા ઉપર ઢોળીને હાથ ઊંચા કરી દીધા હતા બન્ને તંત્રના એકબીજા ઉપર ખો થી મહિલાઓ ગુસ્સે ભરાઈ હતી અને આક્રમક બની હતી અને ચૂંટણી સમયે મોટી મોટા વચનો લઇ જનારા પાણી આપવા સમયે એક બીજા પર જવાબદારી ની ખો આપવાના બદલે પાણી ક્યારે આપશો તેવો જવાબ આપો તેવું જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW