મોરબી તાલુકાના પીપળી જેતપર રોડ પર આવેલ બેલા ગામ નજીક આવેલ લોર્ડ્સ ઇકો હોટેલના રૂમ નંબર 241માં સુરેશ ભીમાણી નામની વ્યક્તિ કેટલાક લોકોને બોલાવી ગંજીપતાનો જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી આ બાતમી આધારે તાલુકા પોલીસ મથકના પીએસઆઈ વી જી ગઢવી અને તેની ટીમ સ્થળ પર પહોચી હતી અને જુગાર રમતા સુરેશભાઈ પ્રભુભાઈ ભીમાણી,ચેતન કલ્યાણજીભાઈ દેત્રોજા,પીયુશ જસમતભાઈ ક્ગથડા,હરેશ રામજી ભાઈ દેત્રોજા,ધર્મેન્દ્રભાઈ ભાણજીભાઈ પાંચોટિયા,રસિક અમરશી ચાડમિયા,લાલજીભાઈ ભગવાનજીભાઈ કડીવાર,દીપેશ ધનસુખભાઈ કાવર સહિતના ને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂ 8.65 લાખના રોકડ રકમ સહિતનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

