HomeGujaratમોરબીમાં બીપરજોયની અસર યથાવત,જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ

મોરબીમાં બીપરજોયની અસર યથાવત,જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ

અરબી સમુદ્રમાં સર્જાયેલા બીપરજોય વાવાઝોડું અંતે ગુરુવારે રાત્રે ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ નજીક ટકરાયું હતું.સતત 5 કલાક સુધી લેન્ડ ફોલની પ્રકિયા ચાલી હતી અને તેની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી હતી. અને દરેક જિલ્લામાં ભારે પવન સાથે ઓછા વધતા પ્રમાણના વરસાદ પડ્યો હતો

મોરબી જિલ્લાની સ્થિતિ જોઈએ તો ગુરૂવારે દિવસ દરમિયાન પવન સાથે છૂટા છવાયા વિસ્તાર માં વરસાદી ઝાપટા પડયા હતા જોકે સાંજ બાદ વાતાવરણ નું ચિત્ર બદલાઈ ગયું હતું અને વાદળ છાયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફુંકાયો હતો તેમજ અંધાધુધ વરસાદી ઝાપટા વરસ્યા હતા

મોરબીમાં જિલ્લામાં વહેલી સવારથી ત્રણ વાગ્યાથી તેજ પવન સાથે વરસાદ શરૂ થયો હતો જે 10વાગ્યા સુધી યથાવત રહ્યો મોરબી જિલ્લા વહીવટી તંત્રના કન્ટ્રોલ રૂમમાં નોંધાયેલ વરસાદી આંકડા મુજબ જિલ્લામાં સવારે 6થી8દરમિયાન ટંકારામાં 11 મીમી, મોરબીમાં 9 મીમી, માળીયામાં 10 મીમી, વાંકાનેરમાં 17 મીમી હળવદમાં 04 મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે 8થી10દરમિયાન ટંકારામાં 22મીમી, મોરબીમાં18મીમી, માળીયામાં 17 મીમી, વાંકાનેરમાં 27 મીમી હળવદમાં 20 મીમી વરસાદ નોંધાયો હતો

મોરબી જિલ્લામાં વરસાદી પવન યથાવત રહેતા અલગ અલગ સ્થળે વૃક્ષ ધારશહી થવાની ઘટના પણ યથાવત રહી હતી. મોરબીના વવાણીયા પાસે વરસાદ અને પવનના કારણે રોડ પર વૃક્ષ પડી ગયું હતું, જેના કારણે વાહન વ્યવહાર થંભી ગયો હતો. પરંતુ વહીવટી તંત્રની ટીમે તરત જ ત્યાં દોડી જાય જેસીબી સહિતની મશીનરી અને સાધનોની મદદથી થોડી જ વારમાં વૃક્ષને હટાવી દઈ રોડ અવર જવર માટે ખુલ્લો કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW