મોરબી શહેરની મધ્યમાંથી પસાર થતી મચ્છુ 2 ડેમની મુખ્ય કેનાલમાં આજે વહેલી સવારે લીલાપર ગામ નજીક એક અલ્ટો કાર અંદર ખાબકી હતી ઘટનાને પગલે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો ઉભા રહી ગયા હતા અને કારને બહાર કાઢવા પ્રયાસ શરુ કર્યો હતો કારમાં સવાર ચાલક અંદર છે કે બહાર તેની સાથે બીજું કોઈ હતું કે કેમ તે કોઈ વિગત સામે આવી શકી નથી ઘટનાને પગલે કેનાલ આસપાસ વાહન ચાલકો થોભી ગયા હતા અને તેના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો બીજી તરફ આ અંગે ફાયર વિભાગ સાવ અજાણ હોવાનું ગાણું ગાય રહ્યા છે.

