હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ એક ગામમાં રહેતા શ્રમિક પરિવારની સગીર વયની દીકરી ઘરે એકલી હતી તે દરમિયાન તેમના ઘર પાસે રહેતા એક શખ્સે સગીરાની એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચર્યું હોવાની હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.આ બનાવમાં પોલીસે આરોપીને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના એક ગામની સીમમાં આવેલ વાડીમાં કામ કરતા એક શ્રમિક પરિવાર તેની 12 વર્ષની દીકરીને તેના ઘરે મૂકી સામાજિક કામ અર્થે બાહર ગયા હતા. આ અંગેની જાણ રતના ભીમા ભરવાડ નામના શખ્સને જાણ થતા તે આ શ્રમિક પરિવારના ઘરે પહોચ્યો હતો અને સગીરાની એકલતા નો લાભ લઇ બળઝબરી પૂર્વક તેની સાથે શારીરિક સંબંધ બાંધી પોતાની હવસનો શિકાર બનાવી હતી આરોપી એટલી હદે હવસનો ભૂખ્યો બન્યો હતોકે તેણે સગીરાના શરીર પર અલગ અગલ સ્થળે બચકા ભરી લેતા તેને ગંભીર ઈજા પહોચી ગઈ હતી આ બનાવમાં સગીરાની માતા એ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે આરોપી રતના ભીમા ભરવાડ નામના શખસને ઝડપી લીધો હતો અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

