મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકાના જશાપર ગામનો નાથાભાઈ ઘેલાભાઈ ભરવાડ નામનો માનસિક બીમાર યુવક 6 મહિના પહેલા કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયો હતો પરિજનો અને ગ્રામ જનો એ શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન આ યુવક કોઈ રીતે અલગ અલગ રાજ્યની બોર્ડર ક્રોસ કરી છેક હિમાચલ પ્રદેશમાં છેક આર્મી કેમ્પ સુધી પહોંચી ગયો હતો. યુવક ભટકતો ભટકતો એક આર્મી જવાનને મળ્યો અને તેને કશું ખાવા માગ્યું સદનસીબે આ છોટા ઉદેપુર જિલ્લાના વતની રસિકભાઈ રાઠવા નામના આર્મી જવાનને ભટકાયો હતો. આર્મી જવાન ગુજરાતી હોવાથી યુવકની ભાષા સમજી ગયો અને યુવકની માનસિક સ્થિતિ જોઈ ખ્યાલ આવી ગયો હતો કે કોઈ રીતે અહી પહોંચી ગયો હશે જેથી આર્મી જવાને તેની પૂછપરછ કરતાં સૌરાષ્ટ્રના હોવાનુ વાતચીત પરથી ખ્યાલ આવ્યો બાદમાં વધુ પૂછપરછ કરતાં મોરબી જિલ્લાના જસાપર ગામનો હોવાનુ જાણવા મળ્યું હતું બાદમાં આર્મી જવાન રસિકભાઈ રાઠવાએ રાજકોટમાં તેના અન્ય એક આર્મી મિત્રનો સંપર્ક કરી આ માનસિક દિવ્યાંગ યુવકના પરિવારનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો બાદમાં સોશ્યલ મીડિયા ના માધ્યમ થી આં યુવકનો ફોટો વાયરલ કરતા અંતે પરિવારજનોનો પત્તો લાગ્યો હતો.સોશ્યલ મીડિયા ના માધ્યમથી ગ્રામજનો ધીરુભાઈ એચ.કાનગડ, નિર્મળભાઈ એમ. કાનગડ, રાજેશભાઈ એમ ચાવડા અને વનરાજભાઈ એમ.ચાવડા હિમાચલ પ્રદેશ પહોંચ્યા હતા.જ્યાં સ્થાનિક પોલીસ અને આર્મી જવાનની મદદથી યુવકને ગ્રામજનો પોતાના વતન લાવ્યા હતા અને પરીવાર સાથે પુંન મિલન કરાવ્યું હતું