મોરબી અને આસપાસ ના વિસ્તારમાં અવાર નવાર પીજીવીસીએલ દ્રવારા વીજ ચોરી કરતા તતત્વો પર એક્શન લેવામાં આવે છે અને આમતે સમયાંતરે સઘન ચેકિંગ ઝુબેશ ચલાવતા હોય છે ત્યારે ફરી એકવાર મોરબી જીલ્લામાં સતત વધી રહેલા વીજ ચોરીના બનાવને અટકાવવા મોરબી પીજીવીસીએલ સર્કલ વિસ્તારમાં મોરબી,જામનગર ભુજ અને અંજાર સહિતના લગ અલગ સ્થળની 30 જેટલી ટીમ દ્વારા જીલ્લામાં સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી અને માત્ર 5 દિવસમાં કુલ 2003 જેટલા કનેક્શન ચેક કર્યા હતા જેમાંથી 254 જેટલા કનેક્શનમાં વીજ ચોરી સામે આવતા 106.96 લાખ એટલે અંદાજીત 1.06 કરોડ જેટલી વીજ ચોરી પકડી પાડી વીજ ચોરી કરનારને દંડ ફટકાર્યો હતો

