HomeGujaratમોરબીની પ્રજાને સુવિધા તો સારી ન મળી પણ હવે તોતિંગ વેરા વધારા...

મોરબીની પ્રજાને સુવિધા તો સારી ન મળી પણ હવે તોતિંગ વેરા વધારા માટે ખિસ્સા ખાલી કરવાની રાખવી પડશે તૈયારી

એ ગ્રેડ પાલિકાને મહાનગર પાલિકા બનાવવના સપના દેખાનાર તંત્ર હવે મોરબી વાસીઓને ધોળા દિવસે તારા દેખાડવાના મૂડમાં હોય તેવો ઘાટ ઘડાઈ રહ્યો છે. કારણ કે પાલિકાએ પોતાની ખાલી તિજોરી ભરવા અગાઉ ખર્ચ પર કાપ મૂકવાના નામે સેવાઓ સીમિત કરી દીધી છે. જેનાથી ખર્ચ માં મોટા પાયે બચત કર્યા ના દાવા કર્યા બાદ હવે મોરબી વાસીઓ પાસે હાલ જે વેરો છે તેના કરતાં ત્રણ ગણો વેરો વધારો કરવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે.પાલિકા દ્વારા હાલ પાણી વેરાના કનેક્શન તેમજ ભૂગર્ભ ગટરના કનેક્શન માટે વેરાની કીમતમાં વધારો કરવા જઈ રહ્યું છે આં માટે જાહેર નોટીસ પ્રસિદ્ધ કરી વેરા ભાવ વધારા અંગે સૂચનો મગવાયા છે.
પાલિકા દ્વારા કરાયેલ વેરા વધારાની દરખાસ્ત મુજબ જ શહેરમાં રેસીડેન્સીયલ મિલકત ધારકોના અડધા ઇંચ ના કનેકશન માટે હયાત 600 રૂપિયા જેટલો વેરો ઉઘરાવાય છે જે 2000 રૂપિયા કરવાની દરખાસ્ત છે , પોણા ઇંચ કનેકશન માટે હાલમાં 5400 વેરો છે જે વધારો કરી 18000 કરવા જ્યારે એક ઇંચના કનેકશન માટે 10 હજારની બદલે 35,500, દોઢ ઇંચના કનેકશન માટે 18,800ને બદલે 1 લાખ તેમજ ત્રણ ઇંચના કનેકશન માટે 72 હજારની બદલે 2,50,000 વેરો કરવા નક્કી કરાયું છે.
આ ઉપરાંત પાલિકા દ્વારા કોમર્શિયલ મિલકત ધારકો પાસેથી વર્તમાન અડધા ઇંચ પાણીના કનેકશન માટે 2700 રૂપિયાથી વધારી 9500 કરવા, પોણા ઇંચના કનેકશન માટે 5400ના 18,500 રૂપિયા વધારવા નક્કી કરી રહેણાંકની જેમજ તમામ કેટેગરીમાં રહેણાંકથી વધુ કરબોજ વધારવાને બદલે 300 ટકા જેટલો સમાંતર વેરો વધારવા નક્કી કરાયું છે.

મોરબી પાલિકા શહેરમાં સુવિધા આપવાના દાવા તો કર્યા હવે આં દાવા કેટલા સાચા ઠરે છે એ તો સમય જ નકકી કરશે પરંતુ મોરબી પાલિકા હાલ પ્રજા પાસે ત્રણ ગણો વેરો વધારાની દરખાસ્ત રજૂ કરી રહી છે જો આંમાં વાંધા જનક સૂચનો આવે અથવા વેરો ત્રણ ગણો નહિ પણ ઓછો વધારવાની સુચના આવે તો પણ શહેરીજનો પાર દોઢથી બે ગણા જેટલો વેરા વધારો આવે તેવી તલવાર ચોક્કસ લટકાઈ રહી છે હવે આ વેરો પાલિકા ક્યારે આં ભાવ વધારો લાગુ કરે છે તે જોવાનું રહ્યું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW