HomeGujaratમોરબીમાં કુરિયર ઓફિસમાં 5.10 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો,ચોર ખુદ ઓફીસ કર્મચારી જ...

મોરબીમાં કુરિયર ઓફિસમાં 5.10 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો,ચોર ખુદ ઓફીસ કર્મચારી જ નીકળ્યો

મોરબી શહેરના રામચોક વિસ્તારમાં આવેલી ખાનગી કુરિયર કંપનીમાં બે રૂ 5 લાખ 10 હજાર રોકડ, ઓફીસના સીસીટીવી કેમરા અને ડીવીઆરની ચોરી થયાની ગત સોમવારે ફરિયાદ નોધાઇ હતી ફરિયાદમાં બેંક મેનેજર મયુર સોલંકી દ્વારા તેમની ઓફિસમાં કામ કરતા કર્મચારી પર આશંકા વ્યક્ત કરી હતી જેના આધારે પોલીસે ઓફિસમાં કામ કરતા કર્મચારીની પૂછપરછ કરી હતી પૂછપરછ દરમિયાન ક્રીતેજ ડવ નામનો કર્મચારી હાજર ન મળતા પોલીસે તેની શોધખોળ કરી હતી જોકે તેના ઘરે કે મિત્ર વર્તુળના સંપર્કમાં ન હોવાનું સામે આવતા પોલીસે આ શખ્સ વિરુદ્ધ ચોરી ની આશંકા પ્રબળ બની હતી જેથી પોલીસે આ શખ્સની શોધખોળ કરી હતી દરમિયાન બાતમી મળી હતી કે આ યુવક નરસંગ ટેકરી પાસે કાળા રંગની બ્રેજા કાર સાથે ઉભો હોય આ બાતમી આધારે એલસીબીની ટીમે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા ક્રીતેજ રણજીતભાઈ ડવ મળી આવ્યો હતો જેથી તેને પૂછપરછના બહાને પોલીસ મથક લાવી તપાસ કરી હતી શરુઆતમાં આરોપી આ બાબતે કશું જાણતો ન હોવાનું રટણ કર્યું હતું જોકે પોલીસે આરોપીની આગવી ઢબે પૂછ પરછ કરતા વટાણા વેરી નાખ્યા હતા અને તેને જ આ ચોરી કરી હોવાનું કબુલ કરતા પોલીસે ચોરી થયેલા મુદામાલ અંગે માહિતી મેળવી રૂ 5.10 લાખ રોકડ, એક બ્રેજા કાર અને મોબાઈલ સહિતનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW