મોરબી જિલ્લાના ખેડૂતોની સુવિધા માટે મોરબીમાં અધતન નમૂનારૂપ સિંચાઈ સદન બનાવવા મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્નવારા દરખાસ્ત કરવામાં આવી છે અને આ અંગે તેમણે સિંચાઈ વિભાગ તેમજ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે
મોરબી જિલ્લામાં 10 જેટલા ડેમ આવેલ છે. નર્મદા યોજનાની ત્રણ બ્રાન્ચ કેનાલો આવેલી છે. નાની સિંચાઈ તથા સિંચાઈ યોજના ની અનેક કચેરીઓ કાર્યરત છે જે અલગ અલગ જગ્યાઓમાં આવેલી છે. જેથી જિલ્લાના સિંચાઈ સુવિધા મેળવતા ખેડૂતો-લાભાર્થીઓને અલગ અલગ જગ્યાએ જવું પડે છે.જેના કારણે ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યાર આ સ્થિતિ નીવારવા મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ફરી એકવાર રાજ્ય સરકારમાં દરખાસ્ત કરી છે. અને આ મુદે લેખિત રજૂઆત કરી જેમાં તેમણે મોરબી શહેરના મુખ્ય માર્ગ એવા શનાળા રોડ પર આવેલી વજેપર માધાપર સર્વે નં. 1141 ની જમીન પર બનાવવામાં આવે તેવી માંગણી કરી છે આ જમીન પર અગાઉ ભૂમાફિયાની નજર પડી અને કાવા દાવા પછી પણ જાગૃત નાગરિકો અને અધિકારીઓએ આવો કારસો નિષ્ફળ બનાવ્યો છે.. આ જગ્યાએ નવું અધતન એક જ જગ્યાએ સિંચાઈ વિભાગની તમામ કચેરીનો સમાવેશ થઈ જાય તેવું સિંચાઈ સદન બનાવવા મોરબી-માળિયા ધારાસભ્ય મુખ્યમંત્રી સિંચાઈ મંત્રીએ લેખિત રજૂઆત કરી છે.આ મુદે અગાઉ પણ વર્ષ 2016-17 માં રજૂઆત કરી હતી જેનો જે તે સમયે સરકાર દ્વારા હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો

