HomeGujaratમોરબીમાં સાળા એ સમાધાનના નામે બોલાવી બનેવીને છરી ઝીંકી દેતા ઈજા

મોરબીમાં સાળા એ સમાધાનના નામે બોલાવી બનેવીને છરી ઝીંકી દેતા ઈજા

મોરબીના શકત શનાળા ગામે મુરલીધર હોટલ પાછળ રહેતા ભુપતભાઇ નાગજીભાઈ વિકાણી નામના યુવાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેના લગ્ન ઉષાબેન સાથે થયા હતા અને નવેક વર્ષ પહેલા છૂટાછેડા પણ થઈ ગયા છે અને બે દીકરી તેમજ બે દીકરા ભૂપતભાઇ સાથે રહેતા હોય ગત રવિવારના રોજ ગ ભુપતભાઇ પાપાજી ફનવર્ડ પાસે હતા ત્યારે તેમના સાળા સન્ની શાંતિલાલ કડવાએ ફોનમાં સમાધાનના નામે શક્તિ માતાજીના મંદિર પાસે બોલાવ્યા હતા જેથી ભુપત તેમના મિત્ર અનવર સાથે શક્તિ માતાજીના મંદિર પાસે પહોંચતા સાળા સન્નીએ તું ભાણેજને કેમ સાચવતો નથી કહી માથાના ભાગે છરી ઝીકી દેતા ભૂપતને પ્રથમ સરકારી બાદ ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સાળા સન્ની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW