.ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. તેની સાથે જ ઉત્તરી મધ્યપ્રદેશમાં ટ્રફ સર્જાયું છે. જ્યારે પાકિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે.જેના કારણે રાજ્યમાં ફરી એકવાર કમોસમી વાતાવરણનો માહોલ સર્જાયો છે
રાજ્યમાં હવામાંન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં અમદાવાદ સહીતના જિલ્લાઓમાં ગઈ કાલે સાંજના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવતા વીજળીનાં કડાકાભડાકા સાથે વરસાદ શરુ થયો.તો કેટલાક વિસ્તારોમા કરા પડ્યા બાદ આજે સૌરાષ્ટ્રભરમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો.

મોરબી જિલ્લાની વાત કરીએ તો સોમવારે દિવસ દરમિયાન કાળઝાળ ગરમીનો અહેસાસ થયા બાદ સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મોરબી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તાર,ટંકારા પંથકમાં તેજ ગતિએ પવન ફુકાયો હતો તો ક્યાંક ક્યાંક છુટા છવાયા છાટા પણ પડ્યા હતા
ટંકારા પંથકમાં તેજ પવન ફૂકાવવાના કારણે લતીપર ચોકડી પાસે આવેલ શિવ કૃપા હોટેલની છતના ભાગે લાગેલા હોર્ડિંગ અને છત ની પારા પીટ સહિતનો ભાગ નીચે ધસી આવ્યો હતો આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોચતા તેને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
મોરબી જીલ્લામાં આવેલ વાતાવરણ પલટાની સૌથી વધુ અસર આમરણ ચોવીસી પંથકમાં જોવા મળી હતી અહી તેજ પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો તેમજ કેટલાક સ્થળોએ કરા પણ પડ્યા હતા.


