મંદરકી ગામમાં 350 જેટલી વસ્તીને સપ્તાહમાં માત્ર બે ટેન્કરનો સહારો
નલ સે જલ યોજનાના સફળતાના મસમોટા દાવા વચ્ચે મોરબી જિલ્લાના છેવાડાના અને અંતરિયાળ વિસ્તારમાં હજુ ટેન્કર થકી પાણી આપવામાં આવી રહ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં નલ સે જલ યોજના અંતર્ગત પીવાના પાણી પહોચાડવાના માસ મોટા દાવા કરવામાં આવી રહ્યાં છે. જોકે હકીકતમાં હજુ પણ છેવાડાના વિસ્તારોમાં પીવાના પાણી માટે ટેન્કર જ સહારો છે.તે સત્ય છે મોરબી જીલ્લામાં પણ આવા 3 ગામડા અને એક પરું વિસ્તાર પીવાના પાણી માટે ટેન્કર પર નિર્ભર છે. ખાસ કરીને આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગામ લોકોને પીવાનુ પાણી ટેન્કર જ સહારો છે. મોરબી જિલ્લામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા હાલ માળિયા તાલુકાના મંદરકી વાકાનેર તાલુકાના ઠીકરિયાડી, લાકડધાર અને વાંસુધરા પરું વિસ્તારમાં ટેન્કર થકી પાણી આપવામાં આવી રહ્યું છે.
મંદરકી ગામમાં સરપંચ જહુબેન છગનભાઈ ગમારાએ જણાવ્યુ હતું કે અમારા ગામમાં શિયાળા દરમિયાન પાણીની કેનાલ થકી પાણી આપવામાં આવતું હોય છે પરંતુ ઉનાળામાં કેનાલ બંધ થઈ જતાં પીવાના પાણીની તંગી સર્જાતી હોય છે. છેલ્લા એક સપ્તાહથી પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીના ટેન્કર શરૂ કરવામાં આવ્યા છે.અગાઉ એક ટેન્કર પાચ દિવસ પહેલા આવ્યું હતું જ્યારે બીજું એક ટેન્કર આજે મળ્યું છે.હાલ આમારા ગામની 350 લોકોની વસ્તી છે તેની સામે એમને સપ્તાહમાં બે ટેન્કર મળે છે જોકે તે વસ્તીની દૃષ્ટિએ ઓછું છે ગામને વધારે પાણીની જરૂર છે.હાલ જે પાણી આવે છે તેનાથી માત્ર પીવાના પાણી જરૂરિયાત પૂરી પાડી શકાય છે.અને તેમાં પણ પૂરું પડતું નથી. અન્ય રોજિંદા કામ માટે, માલઢોર ને પીવા માટે તેને નવડાવવા સહિતના કામ માટે ગામના તળાવમાંથી ઉપયોગ કરી છીએ
હાલ પાણી ટેન્કર થી મળે છે પરંતુ જો ટેન્કર ન મળે તેવા સંજોગોમાં સ્થિતિ કફોડી બને છે. અમારા ગામમાં પીવાના પાણી માટે લાઈન પાથરવામાં આવે તેવી વર્ષોથી માગણી કરી રહ્યા છીએ પરંતુ આજ દિન સુધી પાણીની લાઈન મળી નથી ત્યારે આગામી સમયમાં પાણી મળે તેવી આશા રાખીએ છીએ
હાલ વાકાનેર અને માળિયા તાલુકાના છેવાડાના ગામ અને અંતરિયાળ વિસ્તારમાં જ્યાં પાણીથી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત માળિયા અને હળવદ ના અગર વિસ્તારમાં ટેન્કર થી પાણી આપીએ છીએ માળિયા અને વાકાનેર જેમાં ઓછી વસ્તુ હોય તેમાં૧૦ હજાર લીટર અને વધુ વસ્તી છે ત્યાં ૨૦,૦૦૦ લીટર પાણી આપી છીએ તેમ પાણી પુરવઠા અધિકારી વાય એમ વાકાણી એ જણાવ્યુ હતું.

