HomeGujaratમોરબીના પીપળી-બેલા રોડ પર રોંગ સાઈડમાં આવેલ ટ્રકે ૨ બાઇકને હડફેટે લીધું...

મોરબીના પીપળી-બેલા રોડ પર રોંગ સાઈડમાં આવેલ ટ્રકે ૨ બાઇકને હડફેટે લીધું એક યુવકનું મોત બે ને ઈજા 

મોરબી  શહેરથી જેતપર થઈ અનિયારી સુધીનો,,૪૦ કીમીનો સિરામીક ઔધોગીક રોડ વાહન અકસ્માત અને ટ્રાફીક જામ માટે કુખ્યાત થઈ ગયો છે.હાલ આ રોડને ફોરલેન કરવાની કામગીરી ચાલતી હોય જેના કારણે અનેક સ્થળે ટ્રાફીક જામ સર્જાઈ છે તો વાહન ચાલકોની બેદરકારીથી અકસ્માતની ઘટના પણ અટકવાનુમા નામ લેતું નથી.આવી એક અક્સ્માતની આજે ઘટના બની હતી જેમાં પીપળી બેલા રોડ પર  ગામ તરફથી આવતા બેકાબુ ટ્રક કન્ટેનર ચાલક  રોંગ સાઈડમાં ધસી આવ્યો હતો અને સામેથી આવતા  બે બાઈક હડફેટે લીધા હતા.આ બનાવમાં બાઇકમાં સવાર  એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું જયારે અન્ય બે લોકોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ બેકાબુ ટ્રક કન્ટેનર વીજ પોલ સાથે ટકરાઈને ઉભું રહેતા એકત્રિત થયેલા લોકોએ ટ્રક ચાલકને પકડી પાડ્યો હતો. આ અંગે વસીમભાઇ ઓસમાણભાઈ નરેજાએ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી કે   મોરબી – જેતપર હાઇવે ઉપર બેલા તરફથી બેફામ ઝડપે આવી રહેલા ટ્રક કન્ટેનર નંબર જીજે-12-ઝેડ-3792ના ચાલક દીપુંકુમાર વિંદેશ્વરી રાય રહે.સારન, બિહાર વાળાએ પોતાનો ટ્રક રોન્ગ સાઈડમાં પુરપાટ ચલાવી તેમના બાઈક નંબર જીજે-36-એ-4086ને હડફેટે લીધું હતું આ ઉપરાંત પાછળ આવી રહેલા જીજે-03-એલક્યૂ -2949 નંબરના બાઇકને પણ હડફેટે લીધું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW