HomeGujaratમોરબી ડેપોને મળી વધુ બે નવી બસ હવે છેલ્લા 4 મહિનામાં 7...

મોરબી ડેપોને મળી વધુ બે નવી બસ હવે છેલ્લા 4 મહિનામાં 7 નવી બસ મળતા લાંબા રૂટની સફર સરળ બની

મોરબી શહેરમાં આવેલ ડેપોમાં લાંબા સમયથી જૂની પુરાણી બસથી ગાડું ગબડાવવામાં આવતું હતું જેના કારણે અનેક વાર બસ બંધ પડી જવાની અથવા મુસાફરોને ધક્કા મારવાની નોબત આવી હોવાના ભૂતકાળમાં અનેક કિસ્સા બન્યા છે.મોરબી એસટી ડેપો દ્વારા ડીવીઝનમાં સમયાન્તરે નવી બસ ફાળવવા દરખાસ્ત કરવામાં આવતી હતી ત્યારે આ માગણી સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે મોરબી ડેપોને અગાઉ 2 મીનીબસ સ્લીપર સહિતની 5 બસ મળ્યા બાદ તાજેતરમાં વધુ 2 બસ ફાળવવામાં આવી છે મોરબી ડેપોમાં વધુ બે બસ આવતા આજે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને જીતું સોમાણી દ્વારા શ્રીફળ ચઢાવી લોકોના સફર માટે રવાના કરી હતી

મોરબી એસટી ડેપોને છેલ્લા 4 મહિનામાં નવી 7 બસ મળી છે જેમાં બે બસ અંબાજી રૂટ પર બે બસ દાહોદ જેવા લાંબા રૂટ પર ફાળવી હતી તો ત્રણ બસ જામનગર રૂટમાં પાચ ટ્રીપ અને એક ટ્રીપ રાજકોટ રૂટ પર ફાળવવામાં આવી છે
રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ ડેપોને નવી બસ ફાળવવામાં આવતા લાંબા અંતરની બસમા આરામદાયક સફર માટે નવી બસ મળતા મુસાફરોને રાહત થઇ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW