HomeGujaratમોરબી જિલ્લામાં 1552 કન્યાઓના સરકારે 1.80 કરોડ કુંવરબાઈ મામેરું યોજના અંતર્ગત...

મોરબી જિલ્લામાં 1552 કન્યાઓના સરકારે 1.80 કરોડ કુંવરબાઈ મામેરું યોજના અંતર્ગત ચૂકવાયા

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં વસતા તમામ વર્ગોનાં સર્વાંગી વિકાસ માટેની સામાજિક, આર્થિક, શૈક્ષણિક તેમજ આરોગ્યલક્ષી યોજનાઓનો અસરકારક અમલ કરવામાં આવી રહ્યો છે. સરકારે દીકરીઓને તેમના લગ્ન પ્રસંગે આર્થિક મદદ મળી રહે તે માટે કુંવરબાઈનું મામેરું યોજના અમલમાં મુકી છે.

 રાજ્ય સરકાર દ્વારા કુંવરબાઇનું મામેરું યોજના કાર્યરત છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ અનુ. જાતીની દીકરીઓને આ યોજનાનો લાભ મળે છે. મોરબી જિલ્લામાં1552 દીકરીઓએ આ યોજનાનો લાભ લીધો છે. સરકારે આ યોજનાનાં માધ્યમથી દીકરીઓને રૂ.1,80,80,000ની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. જે પૈકી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાતવર્ગની1297 દીકરીઓને 1,51,16,000 અનુ. જાતિ શહેરી વિસ્તારમાં 85દીકરીઓને રૂ. 9,84,000 અને ગ્રામ્ય વિસ્તારમાં 170 દીકરીઓને રૂ.19,80,000 ની રકમ ચૂકવવામાં આવી છે. તેમ સમાજ કલ્યાણ અધિકારીશ્ ડી. એમ. સાવરિયા તથા એલ.વી. લાવડીયાએ  જણાવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW