HomeGujaratમોરબીમાં બંધ વોલ્વો ટ્રકને ડમ્પરે પાછળથી ઠોકર મારી ડમ્પર ચાલકનું મોત

મોરબીમાં બંધ વોલ્વો ટ્રકને ડમ્પરે પાછળથી ઠોકર મારી ડમ્પર ચાલકનું મોત

મોરબીના કંડલા બાયપાસ પાસે પેટ્રોલ પંપ નજીક બંધ પડેલ વોલ્વો ટ્રકને એક ડમ્પરે પાછળથી ઠોકર મારી હતી બનાવમાં ડમ્પર ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી અન તેનું મોત નિપજ્યું હતું.બનાવ અંગે પોલીસે અકસ્માત મોત અંગે નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની મળતી માહિતી મુજબ
મોરબી- કંડલા બાયપાસ ઉપર આવેલા રામેશ્વર પેટ્રોલ પંપ નજીક હાઇવે પર વોલ્વો ટ્રક નંબર KA.01.AL.8467 પાછળ ડમ્પર નંબર GJ.03.BY.5949 અથડાતા ડમ્પર ચાલક મીનેશ રૂપસિંગ માવી રહે. રિગોલ, તા. ભાબરા, જિલ્લો.જાબુઆને ગંભીર ઇજાઓ પહોચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે હાઇવે ઉપર કોઈપણ નિશાની કે લાઈટો ચાલુ રાખ્યા વગર ટ્રક ઉભો રાખનાર એફએમ વોલ્વો ટ્રકના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW