HomeGujaratમોરબીમાં પિતાએ દીકરીને કરિયાવરમાં દાગીનાને બદલે દીકરી મેળવેલી શૈક્ષણીક કારકીર્દીની ડીગ્રી...

મોરબીમાં પિતાએ દીકરીને કરિયાવરમાં દાગીનાને બદલે દીકરી મેળવેલી શૈક્ષણીક કારકીર્દીની ડીગ્રી આપી

સામાન્ય રીતે કોઈપણ પરિવારની દીકરી પરણે એટલે કરીયાવરમાં સોના ચાંદીના દાગીના સહિતની અમૂલ્ય ભેટ સોગાદ આપવામાં આવે છે. આવો કરિયાવર ન આપનાર માતા પિતા અને ખાસ કરીને દીકરીને સસરી પક્ષમાં ભારે મેણા ટોણા સહન કરવા પડે છે. ઘણીવાર દહેજ માટે દીકરીઓને આત્મહત્યા કરવાની નોબત પણ આવે છે. પણ મોરબીમાં એક સામાન્ય પરિવારે આ પરંપરામાં કાંતિકારી પરિવર્તન કર્યું છે. પોતે પેટે પાટા બાંધી કાળી મજૂરી કરીને દીકરીને માવતરે એટલી ભણાવી કે આજે એ દીકરી પાસે શિક્ષણની અનેક ડીગ્રીઓ છે. એટલું જ નહીં આ દીકરીના લગ્ન વખતે માવતરે કરિયાવરમાં દીકરીઓની ડીગ્રી આપી અને સાસરી પક્ષે હસતા મુખે સ્વીકારી લીધી છે.

ચુસ્ત ગણાતા એવા સમાજના વાલાભાઈ મેઘાભાઈ નાગ્ડાએ પોતાની દીકરીને સમાજના બધા રીતરિવાજો અને પ્રશ્નોની સામે અડીખમ રહી અને દીકરીને શા માટે ભણાવવી? એનો પગાર તમને કયાં કામ આવશે? દીકરીના શિક્ષણ પાછળ શા માટે ખર્ચ કરો છો? એવા અનેક સવાલોનો સામનો કરી, પોતે મજુરી કરી જાત મહેનતથી દીકરી દિવ્યાને M.Sc. M.Ed. સુધીનું શિક્ષણ અપાવ્યું. અને હજુ Ph.D માટે પ્રોત્સાહિત કરીને સમાજમાં એક આગવી પહેલ કરી છે. દિવ્યાએ પોતાનો અભ્યાસ નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં કરી અને હાલ ત્યાં જ B.Ed કોલેજમાં આસી.પ્રોફેસર તરીકેની પોતાની ફરજ નિભાવી રહ્યા છે. દિવ્યાબેનને પોતાના પતિ સંજયભાઈ ભીમાભાઈ વિરડા પણ ખૂબ જ સપોર્ટ કરે છે તે ઘરકામ ને બદલે શિક્ષણને વધુ પ્રોત્સાહન આપે છે અને તેને આગળ વધવા માટે સતત પ્રેરણારૂપ બને છે. તેની પાસેથી પણ સમાજને શીખવાની જરૂર છે કે પત્નીને પાછળ પીઠબળ બની અને સતત ઊભા રહેવું જોઈએ. દિવ્યાના માતા પિતા અને તેમના પતિનો હંમેશા એવો આગ્રહ હોય છે કે દિવ્યા દરેક દિકરી કરતા કંઈક અલગ કરે નવું કરે 5 વર્ષથી દિવ્યા બાઈક ચલાવે છે. તેના મમ્મી મંજુબેનએ આજ સુધી દિવ્યાને એક પણ ઘરકામ નહીં કરાવી અને ભણવામાં ધ્યાન આપવાનું કીધું છે. કામમાં દાડિયા નખાય ભણવામાં નહીં. આવા એના મમ્મીના વિચાર પણ સમાજથી કંઈક અલગ જ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW