HomeGujaratધોરાજી પંથકમાં ભરઉનાળે આભ ફાટ્યું, ધોરાજીના પાટણવાવ અને કલાણામાં 4 ઇંચ વરસાદ...

ધોરાજી પંથકમાં ભરઉનાળે આભ ફાટ્યું, ધોરાજીના પાટણવાવ અને કલાણામાં 4 ઇંચ વરસાદ ,ઓસમ પર્વતથી ધોધ વહ્યો

ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં જાણે ચોમાસા પહેલા એક ચોમાસું આવી ગયું હોય તેમ સતત કમોસમી વરસાદ વરસી રહ્યા છે. તેમાં પણ કેટલાક વિસ્તારમાં તો એટલી હદે વરસાદ વરસી ગયો છે કે મોટા પાયે ખાના ખરાબી થઇ છે બીજી તરફ ખેડૂતો પર પણ આફતનાં વાદળો છવાયાં છે. હાલ ઉનાળુ પાકમાં તલ, મગ, બાજરીના પાકને વ્યાપક નુકસાન પહોંચી રહ્યું છે. ગઈકાલે સાંજે રાજકોટ જિલ્લાના પાટણવાવ, કલાણામાં જાણે આભ ફાટયું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને માત્ર એક જ કલાકમાં અનરાધાર 4-4 ઈંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે ધોરાજી અને ઉપલેટામાં પણ એક કલાકમાં 2-2 ઈંચ પડ્યો હતો. ધોરાજીના પાપણવાવના ઓસમ ડુંગર પર સામાન્ય રીતે ચોમાસામાં જ પાણીનો ધોધ જોવા મળતો હોય છે તેવો ધસમસતો ધોધ પડવાનો શરુ થઇ ગયો હતો. અમે આ ધોધથી ચોમાસા જેવો નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો આ વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યાં હતાં. આ સિવાય જેતપુર, જસદણ પંથકમાં પણ ઝાપટારૂપી વરસાદ વરસ્યો હતો

ધોરાજી તાલુકાના કલાણા, છત્રાસા, ચિચોડ, રવની સહિતનાં ગામોમાં વીજળીના કડાકાભડાકા અને તોફાની પવન સાથે ધોધમાર 4 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેના પગલે ગ્રામ્ય વિસ્તારમાં ખાલી પડેલા તમામ ચેકડેમો ઓવરફ્લો થતા જોવા મળ્યા હતા. આ ગામોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. જ્યારે પાટણવાવમા ધોધમાર 4 ઈંચ વરસાદ વરસતાં સર્વત્ર વિસ્તાર પાણી-પાણી થઈ ગયો હતો, જેના કારણે ઓસમ ડુંગર પરથી પાણીનો ધોધ વહ્યો હતો. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો.ઉપલેટામાં ગઈકાલે સાંજના સમયે એક કલાકમા 2 ઈંચ વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. ધોરાજીના સુપેડી, મોટીવાવડી, ગઢાળા સહિતના વિસ્તારોમા એકથી દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. બીજી તરફ, રાજકોટ શહેર ઉપરાંત જિલ્લામાં જસદણ અને જામકંડોરણામાં વરસાદી ઝાપટું પડ્યું હતું.ધોરાજી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં 4 ઇંચ જેટલો કમોસમી વરસાદ ખાબક્યો હતો. ભાડેર, કલાણા, છત્રાસા અને પાટણવાવ ગામે આભ ફાટ્યાની સ્થિતિ સર્જાઇ હતી.


કમોસમી ખાબકેલા વરસાદથી પાટણવાવમાં ભરઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું. પાટણવાવના ઓસમ ડુંગર ઉપર ચોમાસાની જેમ ધોધ વહ્યો હતો. આ કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW