મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં સગીર વયની દીકરીઓ સાથે દિન પ્રતિદિન ગુનાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે.તાજેતરમાં બે સગીરાઓને પ્રેમ જાળમાં ફ્સાવી દુષ્કર્મ આચરવામાં આવી હોવાની ઘટના ઘટી હતી આ ઘટનામાં હજુ શ્યાહી સુકાઈ નથી ત્યાં વધુ એક સગીરાના અપહરણની ફરિયાદ નોધાઇ છે આ બનાવ મોરબી શહેરના બાયપાસ વિસ્તારમાં આવેલ વિસ્તારમાં બની છે જેમાં એક રીક્ષા ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા પિતાની 14 વર્ષની દીકરીનું તેના જ ઘર પાસેથી કોઈ અજાણ્યો શખ્સ ગત તા 24 એપ્રિલના રોજ અપહરણ કરી ને લઇ ગયો હતો શરૂઆતમાં પિતાને સગીરા તેના સગા સબ્ન્ધીના ઘરે હોવાની આશંકા હોવાથી ત્યાં તપાસ કરી હતી પરંતુ સગીરાનો કોઈ પત્તો ન લાગતા અંતે એ ડીવીઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ સગીરાના અપહરણની ફરિયાદ નોધાવી હતી બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ફરિયાદ આધારે સગીરાની શોધખોળ હાથ ધરી છે

