HomeGujaratમાળિયામાં ગરીબોના હકનું અનાજ બારોબાર વેચી દેનાર દુકાનદારને 21 લાખનો દંડ,પરવાનો પણ...

માળિયામાં ગરીબોના હકનું અનાજ બારોબાર વેચી દેનાર દુકાનદારને 21 લાખનો દંડ,પરવાનો પણ રદ

મોરબી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ માળિયા શહેરમા સરકારની સસ્તા અનાજનાવેચાણનું લાયસન્સ ધરાવતા વેપારીઓ ગરીબોને મળવા પાત્ર અન્ન અને અન્ય રાશન પૂરું પાડતા ન હોવાની ફરિયાદો ઉઠતી હતી આવી જ એક ફરિયાદ માળિયા શહેરમાંથી આવતા સ્થાનિક મામલતદારની ટીમ દ્વારા સસ્તા અનાજના વેપારી જમાલશા જુસબશા ફકીર દ્વારા ઓચિતું ચેકિંગ ક્રમાં આવ્યું હતું અને ચેકિગ દરમિયાન અનાજના વિતરણમાં ગેર રીતી સામે આવી હતી જે બાદ મામલતદાર ટીમ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી જે બાદ આ કેસની વધુ તપાસ જિલ્લા પુરવઠા કચેરીમાં પહોચી હતી. જિલ્લા પુરવઠા અધિકારી ડી સી પરમાર દ્વારા આ અંગે કાર્યવાહી કરતા દુકાનદર જમાલશા ફકીરને રૂ 21 .23 લાખનો દંડ ફટકાર્યો હતો તેમજ તેનું લાયસન્સ પણ કાયમી ધોરણે રદ કરી દીધું હતું

આ ઉપરાંત બીજી એક કેસ પણ મોરબી શહેરના ગોકુલનગર વિસ્તારમાં સામે આવ્યો હતો જેમાં મોરબીના ગીતા ફ્લોર મિલમાં મોરબી એલસીબીની ટીમે દરોડો પાડી શંકાસ્પદ રીતે ૮૮૪૦ કિલો ઘઉં અને ચોખાનો જથ્થો પકડી પાડ્યો હતો. જેની તપાસ કરતા ગરીબોને આપવામાં આવતા અનાજનો જથ્થો હોવાનું સામે આવતા આ કેસમાં પણ પુરવઠા વિભાગ દ્વારા ફ્લોર મિલ માલિકને રૂ 2.42 લાખનો દંડ ફટકાર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW