હળવદ તાલુકાના ભલ ગામડામાં સોમવારે રાત્રે બે એક જ સમાજના બે જૂથ વચ્ચે બાઈક રાખવા જેવી સમાન્ય બાબતે પહેલા બોલાચાલી થઇ હતી જે બાદ આ બોલાચાલીએ ઉગ્ર સ્વરુપ લઇ લેતા ધોકા પાઈપ અને અન્ય તીક્ષણ હથીયાર સાથે બન્ને જૂથ એજ બીજા પર તુટી પડ્યું હતું આં બનાવમા4થી વધુ લોકોને ઈજા પહોચતા પહેલા હળવદ સિવિલમાં ખસેડાયા હતા જે બાદ ત્યાથી વધુ સારવાર માટે ૩ લોકોને મોરબી સિવિલ હોસ્પિટલ જયારે એક ઈજાગ્રસ્ત વ્યક્તિને સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા
જૂથ અથડામણની ઘટનાને ગામમાં તંગદીલી ભર્યું વાતાવરણ સર્જાયું હતું ઘટનાની જાણ થતા હળવદ પોલીસ મથકના પીઆઈ પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી મામલો થાળે પાડ્યો હતો.બનાવ અંગે પોલીસે ગુન્હો નોધવા તજવીજ હાથ દ્ફ્હરી છે

