HomeGujaratમોરબીમાં છાત્રાઓની છેડતીની ઘટના કડક એક્શન લેવા ધારાસભ્યે દાખવેલી સતર્કતા બદલ પાટીદાર...

મોરબીમાં છાત્રાઓની છેડતીની ઘટના કડક એક્શન લેવા ધારાસભ્યે દાખવેલી સતર્કતા બદલ પાટીદાર કન્યા કેળવણી મંડળે આભાર માન્યો

મોરબી શહેરની શાળાઓ તથા કોલેજમાં ગ્રામ્ય વિસ્તારમાંથી અપડાઉન કરતી કન્યાઓની મોરબીની સુપર માર્કેટમાં અસામાજીક તત્વો દ્વારા કરવામાં આવતી પરેશાની બાબતે ધારાસભ્ય દ્વારા અંગત રસ લઇ પોલીસ પ્રશાસનને કાર્યવાહી કરવા સુચના આપી હતી જેના પગલે પોલીસે પણ ગણતરી કલાકમાં આ શખ્સોને ઝડપી લઇ કાયદાનો પાઠ ભણાવ્યો હતો. ધારાસભ્ય દ્વારા દાખવવામાં આવેલ સતર્કતાથી અસામાજીક તત્વો સામે કાર્યવાહી થઇ અને આવી પ્રવુતિ કરતા તત્વોને કડક સંદેશો મળ્યો હતો જેથી ત્યાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓમાં પણ કાનુન વ્યવસ્થા પર ભરોસો બેઠો છે જેથી આ કામગીરી બદલ કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો

ભવિષ્યમાં અભ્યાસ કરતી કન્યાઓ માટે અસામાજીક પ્રવૃતિઓ ન થાય તે માટે સુપર માર્કેટની રૂબરૂ મુલાકાત લઈને દુકાનદારોને સફાઈ તથા ચોકીદાર બાબતે પ્રેરણા આપી હતી ધારાસભ્યની આ કામગીરી બદલ કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળનાં પ્રમુખ બેચરભાઈ હોથી તથા સર્વે ટ્રસ્ટીઓએ ગૌરવની લાગણી વ્યક્ત કરી ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો .
સાથે સાથે આગામી દિવસોમાં સુપર માર્કેટ નવા બસ સ્ટેશન, કન્યા છાત્રાલય રોડ જી.આઈ.ડી.સી.રોક નાં સી.સી.ટી.વી. કેમેરાનું લાઈવ પ્રસારણ પોલીસ સ્ટેશનમાં થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે જેથી આવી અસામાજીક પ્રવૃતિઓ નાથવામાં મદદગાર થઈ શકે છે તેવી રજૂઆત પણ કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW