માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામમાં આવેલ ધાના ફડીયામાં રહેતા રસુલભાઈ અભ્રામ ભાઈ ધોના અને તેના કાકાનો દીકરો હાફિઝ ઈદ તહેવાર નિમિતે તેના મોટા ભાઇઇકબાલના સસરાના ઘરે વવાણીયા ગામમાં ગયા હતા અને ત્યાંથી પરત ફરત હતા તે દરમિયાન આરોપી અલ્તાફ અભાભાઈ ક્રચા નું બાઈક તેની સાથે અથડાયું હતું જે બાદ તેની સાથે બોલાચાલી થાય બાદ ત્યાંથી રવાના થઈ ગયા હતા. જોકે બપોરના સમયે રસુલ અને તેની માતા રહીમાં બેન ઘરે હતા તે દરમિયાન અચાનક ઘર બાહર ફાયરિંગ નો અવાજ સંભળાયો હતો જે બાદ તેઓએ જોતા આરોપી અલ્તાફ કચા, તેનો બનેવી સદામ અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સ હાથમાં પિસ્તોલ અને ધોકા લઈને તેના ઘર તરફ ધસી આવ્યા હતા અને કોઈ સમજે તે પહેલાં આરોપી સદામે તેના હાથમાં રહેલી પિસ્તોલ થી ફાયરિંગ કર્યું હતું જોકે સદનસીબે ગોળી રસુલની માતા રહીમાં બેન નીચા નમી જતાં ગોળી વાગી ન હતી. આ ઉપરાંત સદામે ધમકી આપી હતી કે તારા દીકરા ઇકબાલને સમજાવી દેજે કે મારી સાળી સહેનાજ સાથે વાતચીત ન કરે ધમકી આપી આરોપીઓ કાળા રંગની અલ્ટો કારમાં ફરાર થઈ ગયા હતા બનાવ અંગે મળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી અલ્તાફ અને સદામ તેમજ અન્ય ત્રણ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

