મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મોરબી-રાજકોટ રોડ પર આવેલ મીતાણા ગામ પાસેથી દારૂ ભરેલી ટ્રક પસાર થવાની હોય જે બાતમીને પગલે ટીમે વોચ ગોઠવી હતી. જેમાં ટંકારા તરફથી રાજકોટ તરફ જતી હતી. જેને મિતાણા નજીક આંતરી લેવામાં આવી હતી. જે ટ્રકમાં તલાશી લેતા મેકડોવેલ્સ વ્હિસ્કી બોટલ નંગ 7080 કિંમત રૂ, 13,45,200 તેમજ રોયલ સ્ટેજ વ્હિસ્કી બોટલ નંગ 2100 કિંમત રૂ 8,40,000 અને ઓલ સિઝન વ્હિસ્કી બોટલ નંગ 2280 કિંમત રૂ 13,68,000 મળીને 11,460 બોટલ ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.
દારૂના જથ્થા ઉપરાંત મોબાઈલ કિંમત રૂ. 5 હજાર, રોકડ રૂ. 14,200 અને ટ્રક કિંમત રૂ. 10 લાખ મળીને કુલ 45,72,400નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી બુધારામ કાનારામજી કોજારામજી બાબલે રહે રાજસ્થાન વાળાને ઝડપી લીધો હતો. જ્યારે અન્ય આરોપી સુરેશ રહે રાજસ્થાન વાળાનું નામ ખુલતા ટંકારા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

